ઉદ્ધવ સરકારમાં વિભાગોની ફાળવણી, અજીત પવારને નાણા, અનિલ દેશમુખને મળ્યું ગૃહ મંત્રાલય
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે પોતાના મંત્રીમંડળના વિસ્તાર બાદ વિભાગોની ફાળવણી કરી દીધી છે. સરકાર બનવા અને મંત્રીમંડળ વિસ્તાર બાદ મહા અઘાડીના ત્રણેય દળો વચ્ચે લાંબી વાતચીત બાદ હવે સરકારના વિભાગો ફાળવી દેવામાં આવ્યા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે પોતાના મંત્રીમંડળના વિસ્તાર બાદ વિભાગોની ફાળવણી કરી દીધી છે. સરકાર બનવા અને મંત્રીમંડળ વિસ્તાર બાદ મહા અઘાડીના ત્રણેય દળો વચ્ચે લાંબી વાતચીત બાદ હવે સરકારના વિભાગો ફાળવી દેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉદ્ધવ સરકારમાં એનસીપીના નેતા અનિલ દેશમુખને ગૃહ મંત્રાલય અને અજીત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સિવાય શિવસેનાના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને પર્યટન અને પર્યાવરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.
નવા મંત્રી બનાવવામાં આવ્યા તેમાં પૂર્વ સીએમ અશોક ચવ્હાણને ઉદ્ધવ સરકારમાં શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટને મહેસૂલ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. ખાસ વાત છે કે ગૃહ મંત્રાલય સહિત તમામ મોટા મંત્રાલય એનસીપીના ખાતામાં ગયા છે.
એનસીપીના નેતાઓને શું મળ્યું?
અનિલ દેશમુખ - ગૃહ વિભાગ
અજિત પવાર - નાણાં અને યોજના
જયંત પાટિલ - જળ સંપત્તિ (સિંચાઈ)
છગન ભુજબલ - ખાદ્ય અને નાગરિક પુરવઠો
દિલીપ વાલ્સે પાટીલ - આબકારી અને મજૂર
જીતેન્દ્ર અવહાદ - આવાસ
રાજેશ તોપે - આરોગ્ય
રાજેન્દ્ર શિંગને - ફૂડ એન્ડ ડ્રગ્સ
ધનંજય મુંડે - સામાજિક ન્યાય
કોંગ્રેસ નેતાઓને શું મળ્યું?
નીતિન રાઉત - ઉર્જા
બાલાસાહેબ થોરાટ - મહેસૂલ
વર્ષા ગાયકવાડ - શિક્ષા
યશોમતી ઠાકુર - મહિલા અને બાળ કલ્યાણ
કેસી પાડવી - આદિજાતિ વિકાસ
સુનિલ કેદાર - ડેરી ડેવલપમેન્ટ અને પશુ સંવર્ધન
વિજય વડ્ડેત્તીવાર - ઓબીસી કલ્યાણ
અસલમ શેખ - કાપડ, બંદર
અમિત દેશમુખ - આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિ
શિવસેનાના મંત્રીઓ અને તેમના વિભાગો
આદિત્ય ઠાકરે - પર્યાવરણ, પર્યટન
એકનાથ શિંદે - નગર વિકાસ
સુભાષ દેસાઈ - ઉદ્યોગો
સંજય રાઠોડ - વન
દાદા ભુસે - કૃષિ
અનિલ પરબ - પરિવહન, સંસદીય બાબતો
સંદીપાન ભુમરે - રોજગાર (EGS)
શંકરરાવ ગદાખ - જળ સંરક્ષણ
ઉદય સામંત - ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
ગુલાબ રાવ પાટિલ - પાણી પુરવઠો
મહત્વનું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે શનિવારે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રમાં વિભાગોના વિતરણ પર પણ ચર્ચા કરી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube