મોદી સરકારને ચડ્યો સત્તાનો નશો હવે મિત્રોની જરૂર નથી: ઉદ્ધવે ભાજપની ઝાટકણી કાઢી
જ્યારે અટલજીની સરકાર કેન્દ્રમાં હતી તો તેમને અનેક રાજનીતિક મિત્રોનું સમર્થન પ્રાપ્ત હતું
મુંબઇ : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક રેલીમાં રવિવારે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા દાવો કર્યો કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને કોઇ પણ રાજનીતિક ગઠબંધનની જરૂર નથી. ઉદ્ધવે રવિવારે શિરડી અને અહેમદનગરમાં જાહેરસભાઓ યોજી હતી. ઉદ્ધવ સમગ્ર રાજ્યમાં રેલીઓ કરી રહ્યા છે.
અટલ સરકારનો ઉલ્લેખ કર્યો.
ઉદ્ધવે કહ્યું કે, હવે અટલજીની સરકાર કેન્દ્રમી હતી તો તેમને કોઇ રાજનીતિક મિત્રોનું સમર્થન પ્રાપ્ત હતું. પરંતુ હાલની સરકારને કોઇ પણ રાજનીતિક ગઠબંધનની જરૂર નથી. ઉદ્ધવે લોકોને વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓનું સત્ય શોધવા માટેની અપીલ કરી હતી.
ઠાકરેએ કહ્યું કે, હું પોતાની પાર્ટી કાર્યકર્તાઓને ભાજપ નીત કેન્દ્ર સરકારની નીતિઓથી પ્રભાવિત લોકોની ઓળખ કરવા માટે જણાવી રહ્યો છું. તમે પોતાની માહિતીમાં રહેલા લોકો સાથે વડાપ્રધાન મોદીની એક તસ્વીર લગાવો અને લોકોને નિશ્ચય કરવા દો. શિવસેના પ્રમુખે જુઠ્ઠાણું ફેલાવવા મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તેઓ ચૂંટણીના ફાયદા માટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ણુદ્દો ઉઠાવે છે.
શિરડીમાં એક રેલી સંબોધિત કરી રહ્યા હતા ઠાકરે
શિરડીમાં એક રેલી સંબોધિત કરતા ઉદ્ધવે ભાજપને મતભેદ છતા કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકારમાં શિવસેનાએ ભાગીદાર રહેવા અંગે પોતાનો પક્ષ મુક્યો હતો. તેમણે કહ્યું કે, હું એવી વસ્તુઓ કરવા માટે સત્તામાં છું જે લોકોને ફાયદો પહોંચાડે. હું એવો માણસ નથી કે જે સત્તા સામે પોતાની પુછડી પટપટાવે. હું સત્તાનો ભુખ્યો નથી.
સંભવત: ભાજપ પર નિશાન સાધતા ઉદ્ધવે કહ્યું કે, અસત્ય ફેલાવીને સત્તા પ્રાપ્ત કરવી દેશદ્રોહ છે. મહારાષ્ટ્રની દેવેન્ડ્ર ફડણવીસ સરકાર પર નિશાન સાધતા ઉદ્ધવે કહ્યું કે, રાજ્ય સરકારની લોન માફી યોજના પણ એક લોલીપોચ અને છળ સાબિત થઇ. ઉદ્ધવે પૃષ્ટી કરી કે શિરીડીથી લોકસભા સભ્ય સદાશિવ લોખંડે 2019 લોકસભા ચૂંટણી દરમિયાન પણ પાર્ટીનાં જ ઉમેદવાર હશે.