Uddhav Thackeray on Hanuman Chalisa Controversy: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત હનુમાન ચાલીસા વિવાદ પર મૌન તોડ્યું છે અને હનુમાન ચાલીસા વાંચવા અંગે પહેલું નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાને કોઈએ હિન્દુત્વનો પાઠ ન ભણાવવો જોઈએ. તેમણે કહ્યું કે, અમને ઘંટ વગાડનાર હિન્દુ નથી જોઈતો, કારણ કે તે પોતે ગદા ધારી હિન્દુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, જો કોઈને પણ માતોશ્રી પર આવવું હોય તો આવજો, પરંતુ દાદાગીરી નહીં ચાલે. જો તમે આમ કરશો તો દાદાગીરી કેવી રીતે તોડવી તે બાળાસાહેબે તમને શીખવ્યું છે. અમે મુંબઈ માટે કામ કરીએ છીએ, મુંબઈ જે ટેક્સ ચૂકવે છે. અમે વિકાસ કરીએ છીએ. આપણી અને રાષ્ટ્રવાદી સરકારમાં આ જ ફરક છે. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે, 'હું ટૂંક સમયમાં રેલી કરીશ અને સભામાં જ બધું કહીશ. આ નકલી હિંદુત્વવાદીઓ આવ્યા છે અને તેમની વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે કે તેમનો શર્ટ (કમીઝ) મારા કરતાં ભગવી કેવી રીતે છે? કેટલાક લોકોનs પેટમાં એસિડિટી થઈ છે. તેમની પાસે કોઈ કામ નથી. વગર કામે ઢોલ વગાડવાનું તેમનું કામ છે. હું તેમને મહત્વ નથી આપતો.


નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકારે આજે (25 એપ્રિલ) સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં ભાજપ સિવાય તમામ પક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભાજપ તરફથી પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રકાંત પાટીલ હાજરી આપવાના હતા. બેઠક બાદ મહારાષ્ટ્ર સરકારના આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ મંદિર-મસ્જિદનો મામલો નથી, લાઉડસ્પીકરનો મામલો છે. અમે કોઈ એક પક્ષ માટે નિયમો બનાવી શકતા નથી. અમે કેન્દ્ર સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરીશું અને સાથે જ રાજ્યમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube