મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ગુરૂવારે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત સાબિત કરવાનો છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપેલા બહુમત પરીક્ષના નિર્દેશ પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટેમાં રાજ્યપાલના નિર્ણય પર ફ્લોર ટેસ્ટ ટાળવાને લઈને શિવસેનાએ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીની સાથે વિધાન પરિષદના સભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધન પહેલા પોતાના પિતા બાલાસાહેબ ઠાકરેને પણ યાદ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાકરેએ કહ્યુ કે અમે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરી દીધુ. તેમણે કહ્યું કે, અમારી સરકારે સતત લોકો માટે કામ કર્યું. મુખ્યમંત્રીએ રાજ્યપાલનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે કાલે થનારા ફ્લોર ટેસ્ટનો કોઈ મતલબ નથી. કોની પાસે કેટલી સંખ્યા છે તેનાથી મારે કોઈ લેવાદેવા નથી. 


મુખ્યમંત્રીએ કહ્યું કે જેને મોટા કર્યા તે મારૂ પાપ છે અને હું તે પાપનો આજે ભોગ બની રહ્યો છું. મને મુખ્યમંત્રી પદ છોડવાનું કોઈ દુખ નથી. ઉદ્ધવે કહ્યું કે, હું ઈચ્છતો નથી કે શિવ સૈનિક રસ્તા પર ઉતરે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે, આ અગ્નિ પરીક્ષાનો સમય છે. 

કોંગ્રેસે મંત્રીમંડળથી બહાર નિકળવાની રજૂઆત કરીઃ ઉદ્ધવ
ઉદ્ધવ ઠાકરેએ તે પણ જણાવ્યું કે સ્થિતિ ઠીક કરવા માટે ઘણા પ્રકારના પગલા ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ મંત્રીમંડળમાંથી બહાર નિકળવા માટે પણ તૈયાર હતી. ઉદ્ધવ પ્રમાણે તેને સ્પષ્ટ નથી કે બળવાખોર ધારાસભ્યો કઈ વાતથી નારાજ હતા. 


જેને મેં બધુ આપ્યું, તે મારી સાથે નહીંઃ ઉદ્ધવ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, જે પણ સારૂ લાગે છે, તેને નજર લાગી જાય છે. તેમના તરફથી તે વાત પર દુખ વ્યક્ત કરવામાં આવ્યું કે, જે અમારા હતા, તેણે સાથ આપ્યો નહીં. અને જે તેને તે પોતાની સાથે માનતા નહોતા, તે અંત સુધી સાથે ઉભા રહ્યાં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube