મુંબઇ : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના સાંસદોને પોત પોતાનાં ચૂંટણી વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીય કરવા અને જોરશોરથી ખેડૂતોનો મુદ્દો ઉઠાવવા તથા ભાજપની સાથે ગઠબંધનનો મુદ્દો તેમના પર છોડી દેવા માટે જણાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સોમવારે ઉપનગર બાંદ્રામાં પોતાના માતોશ્રી આવાસ પર શિવસેનાના સાંસદો અને ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરેનાં નજીકની સહયોગી હર્ષલ પ્રધાને પાર્ટી પ્રમુખના હવાલાથી મંગળવારે કહ્યું કે, શિવસેનાની પ્રતિબદ્ધતા રાજ્યનાં લોકો પ્રત્યે છે. ઠાકરેનો ઉદ્ધદ કરતા પ્રધાને કહ્યું કે, શિવસેના સંપુર્ણ શક્તિ સાથે આ ચૂંટણી લડશે. તમામ હાલનાં સાંસદો પોત પોતાના  ચૂંટણી ક્ષેત્ર સાથે સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવી જોઇએ અને જો તેમને લાગે છે કે જીતી નહી શકે તો એક બીજા માટે રસ્તો છોડી દે. 

ગઠબંધનનો મુદ્દો મારા પર છોડો
પ્રધાનનાં અનુસાર શિવસેના અધ્યક્ષે કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધનનો મુદ્દો તેમના પર છોડી દો. તેમણે કહ્યું કે, ઠાકરેએ સાંસદોને જમીની સ્તર પર કામ કરવા અને ખેડૂતોને પાક વીમા ચુકવણી તથા દેવાની છુટની સમીક્ષા કરવા માટે કહ્યું છે. 

શિવસેના સાથે ગઠબંધન પર ભાજપે કહ્યું થોડી રાહ જુઓ
અગાઉ સોમવારે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન બાદ ભાજપે શિવસેના સાથે સંબંધોમાં નરમી લાવવાનો સંકેત આપ્યો છે. ભાજપે શિવસેના સાથે ગઠબંધનના સવાલ પર કહ્યું કે, થોડી રાહ જુઓ. 

લોકસભા ચૂંટણીનાં થોડા જ મહિના બાકી હોવા વચ્ચે ભાજપે શિવસેના સાથે વણસેલા સંબંધો છતા ગઠબંધનનાં દ્વાર ખુલ્લા છે. શિવસેના સાથે ગઠબંધન અંગે એક સવાલનાં જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, શિવસેના રાજગનો હિસ્સો છે અને સરકારમાં પણ સમાવિષ્ટ છે. 

તેમણે કહ્યું કે, અમે 2014ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડી હતી. અમે મહારાષ્ટ્રમાં સરકારમાં પણ સહયોગી છીએ, અને રાષ્ટ્રીય સ્તર પર પણ સરકારમાં છીએ. જાવડેકરે કહ્યું કે, ગત્ત લોકસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના મળીને ચૂંટણી લડી હતી. ત્યારે ભાજપ 26 સીટો પર અને શિવસેના 22 સીટો પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ ગઠબંધને 48માંથી 41 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. ભાજપ નેતાએ કહ્યું કે, આ વર્ષે લોકસભા ચૂંટણી 2019 અંગે થોડી રાહ જુઓ.