રાકેશ ત્રિવેદી, મુંબઈ: એક બાજુ જ્યાં અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરે ત્યાં રામ મંદિર ક્યારે બનાવવામાં આવશે તેની તારીખ માંગી રહ્યાં છે તો બીજી બાજુ મુંબઈમાં જ કેટલાક રામ ભક્તો ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે. ઝી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કલાનગર પાસે જ્યાં ઉદ્ધવ ઠાકરેનું નિવાસ સ્થાન છે ત્યાંથી માત્ર લગભગ એક કિલોમીટરના અંતરે એક રામ મંદિર એવું પણ છે જ્યાં લોકો ઉદ્ધવ ઠાકરેના આગમનની છેલ્લા બે દાયકાથી રાહ જોઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંદ્રા ઈસ્ટના ખેરવાડી વિસ્તારમાં આવેલા મંદિરના પૂજારી છેલ્લા 18 વર્ષથી આ મંદિરમાં પોતાની સેવા આપી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ઓછામાં ઓછા છેલ્લા 18 વર્ષોથી ઉદ્ધવ ઠાકરે કે તેમના પરિવારનો કોઈ પણ સભ્ય ભગવાન રામના આ મંદિરમાં દર્શન માટે આવ્યા નથી. એટલે સુધી કે ગત ચૂંટણી દરમિયાન ઉદ્ધવ ઠાકરે આ મંદિરની આસપાસના વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર માટે જરૂર આવ્યાં પરંતુ દર્શન માટે ક્યારેય મંદિરની અંદર સુધી આવ્યા નથી. 


શિવસેનાના કેટલાક કાર્યકર્તાઓ આ મંદિરના ટ્રસ્ટમાં પણ છે પરંતુ આમ છતાં મંદિરમાં ઉદ્ધવ ઠાકરે ક્યારેય ગયા નથી. મંદિરના પૂજારી કહે છે કે તેમણે આ જાણીને દુ:ખ થાય છે કે એક બાજુ ઉદ્ધવ ઠાકરે પોતાના ઘરથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલા રામ મંદિરમાં ક્યારેય દર્શન માટે આવ્યાં નથી પરંતુ ચૂંટણીની બરાબર પહેલા રામની યાદ આવે છે અને 1500 કિમી દૂર અયોધ્યા ચાલ્યા જાય છે. 


એક બાજુ જ્યાં શિવસેના, ઉદ્ધવ ઠાકરે પોતાના હજારો કાર્યકર્તાઓ સાથે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરીને અયોધ્યામાં પોતાની રામ ભક્તિ દેખાડતા શ્રી રામ- જય રામના નારા લગાવી રહ્યાં છે ત્યાં બીજી બાજુ તેમના જ ઘર નજીકનું રામ મંદિર સાવ સૂનું પડ્યું છે અને દાયકાઓથી તેમના આવવાની રાહ જોઈ રહ્યું છે.