દર વર્ષે રાવણ તો આવે છે,પરંતુ રામ મંદિર નથી આવતું : ઉદ્ધવ ઠાકરે
સંઘ પ્રમુખ મોહન ભાગવત દ્વારા રામ મંદિર પર સંસદના કાયદાની માંગ પર ચાલી રહેલા વિવાદો વચ્ચે ઠાકરેએ મોદી સરકારની ઝાટકણી કાઢી
મુંબઇ : મુંબઇના સિવાજી પાર્કમાં શિવસેનાની દશેરા રેલીમાં પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મહારાષ્ટ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રામ મંદિરના મુદ્દે તેમણે કહ્યું કે, રાવણ દર વર્ષે આવે છે પરંતુ રામ મંદિર નથી આવતું. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. જ્યારે સંઘ પ્રમુખના વખાણ કર્યા હતા.
ભાગવતનું સ્વાગત અને મોદી પર વ્યંગ
રામ મંદિરના મુદ્દે ઉદ્ધવ ટાકરેએ કહ્યું કે, રાવણ દર વર્ષે આવે છે પરંતુ રામ મંદિર નથી આવતું. વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર ઠાકરેએ કહ્યું કે, ઘનુષ અને બાણ ઉઠાવવા માટે ચોક્કસ ઇંચની છાતી નહી પરંતુ હિમ્મત જોઇએ. તેમણે કહ્યું કે, તેઓ રામ મંદિર પર મોહન ભાગવતનાં નિવેદન માટે શુભકામના આપીએ છીએ. તેમણે જે કહ્યુ કે, અમે ગણા વર્ષોતી કહી રહ્યા છીએ કે અમે 25 નવેમ્બરે અયોધ્યા જઇશું. જે સવાલ આજે હું કરી રહ્યો છું, બીજી તરફ હું અયોધ્યામાં વડાપ્રધાન મોદીનેપુછીશ. જનતાની ભાવના સાથે રમત ન કરો. જો તેમણે આશા ગુમાવી દીધી તો તમારૂ સિંહાસન માટીમાં મળી જશે. વડાપ્રધાન ઘણા દેશોમાં જાય છે પરંતુ અયોધ્યા એકવાર પણ નથી ગયા.
મોદી અને ફડણવીસ પર નિશાન
શિવસેના પ્રમુખે ભાજપની તરફ ઇશારો કરતા કહ્યું કે, તમારી પાસે ભગવાન વિષ્ણુનાં 11મો અવતાર છે તેમ છતા પણ તમે વધતી કિંમત કેમ નથી રોકી શકતા. જો તમે નથી રોકી શકતા તો તમે સત્તામાં શા માટે છો ? તેમણે કહ્યું કે, આટલા વર્ષો પછી પણ ભાજપનાં કોઇ નેતાએ અનુચ્છેદ 370 રદ્દ કરવાની વાત કહેવાની હિમ્મત કોઇનામાં નથી. હું જાહેરાત કરુ છું કે સંસદમાં પ્રસ્તાવ લાવો અમે સમર્થન કરીશું.
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્યમાં દુષ્કાળ અંગે હાર વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. બીજી તરફ કર્ણાટકે આગળ વધીને લોન માફીની જાહેરાત કરી દીધી. અમારી મુખ્યમંત્રી એવી ઇચ્છા શક્તિ કેમ નથી દેખાડી રહ્યા ? જો સરકાર તેના પર નિર્ણય કરશે તો અમે સરકારની વિરુદ્ધ રસ્તા પર ઉતરીશું.
ઉદ્ધવ ઠાકરેએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે, આ યાદ અપાવવા માંગીએ છીએ કે દેશના હિંદુ હાલ જીવતા છે. જે સમયે હિંદુત્વની વાત કોઇ નથી કરતા ત્યારે બાબા સાહેબ જ હતા. જેમણે હિંદુત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ઘણા લોકો આવેલા શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. આજે અમે તેમને પડકાર ફેંકીએ છીએ, તો જોઇએ કોણ આવે છે.