જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જોશીમઠ પાર્ટ-2? અનેક વિસ્તારમાં જમીન ધસી પડતાં લોકો ખૌફમાં
હવે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના કેટલાક ગામોમાં જમીન ધસી પડવાની ઘટના સામે આવી છે. ભૂસ્ખલન થવા અને મકાનોમાં તિરાડો પડવાને કારણે ગામ લોકોમાં ડરનો માહોલ છે.
જમ્મુ-કાશ્મીરઃ ઉત્તરાખંડના જોશીમઠ પછી જમ્મુ કાશ્મીરના રામબન બાદ ઉધમપુર પર મોટું સંકટ તોળાયું છે.... કેમ કે અહીંયા જોશીમઠની જેમ સતત જમીન ધસવા લાગી છે.... જેના કારણે અનેક મકાનોમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે.... તો વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા છે.... જેના કારણે અહીંયા રહેતા લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે.... ત્યારે અચાનક ઉધમપુરના તંધાર ગામમાં સર્જાયેલી પરિસ્થિતિ માટે કોણ છે જવાબદાર?... જોઈશું આ રિપોર્ટમાં.
માત્ર 18 દિવસમાં જમ્મુ કાશ્મીરના બીજા જિલ્લામાં જમીન ખસવાની ઘટના સામે આવી... જેનાથી એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું આ પરિસ્થિતિ માનવ સર્જિત છે કે કુદરતી?.
આ દ્રશ્યો ઉધમપુરના તંધાર ગામના છે.... દ્રશ્યો જોઈને ત્યાં જવાનું મન થઈ જાય... પરંતુ આ ગામ પર એક મોટી આફત સર્જાઈ છે.... અહીંયા અચાનક જમીનમાં તિરાડો પડવા લાગી છે.... વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા છે.... મકાનોમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે.
સ્થાનિક પ્રશાસને રામબન વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા... ત્યારે ફરી એકવાર ઉધમપુરના તંધાર ગામની ઘટનાએ તંત્રની ચિંતા વધારી દીધી છે... કેમ કે અહીંયા ગામમાં 30 મકાનો આવેલા છે... અને આ ઘટનાના કારણે ગામના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.... મીડિયા સાથે વાત કરતાં એક સ્થાનિક મહિલા પોતાના આંસુ ખાળી શક્યા નહોતા.
આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કંગનાએ નોંધાવી ઉમેદવારી, વિક્રમાદિત્ય સિંહ સામે ટક્કર
છેલ્લાં 1 અઠવાડિયાથી આ વિસ્તારમાં જમીનમાં તિરાડો પડી રહી છે.. આ અંગે સ્થાનિકોએ તંત્રને જાણ કરી છતાં હજુ સુધી કોઈ આવ્યું નથી... જેના કારણે જો વહેલીતકે તેમને સલામત સ્થળે ખસેડવામાં નહીં આવે તો મોટી હોનારત સર્જાઈ શકે છે.
આ અંગે જ્યારે વિસ્તારના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને પૂછતાં તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો.
હાલ તો SDMનું કહેવું છે કે ઉધમપુરના તંધારમાં રામબન જેવી વધારે તિરાડો નથી... પરંતુ ચિંતાની વાત તો છે.... કેમ કે ગમે ત્યારે આ તિરાડો મોટી થઈ શકે છે....આ ઘટના પરથી લોકોને ઉત્તરાખંડના જોશીમઠની યાદ આવી રહી છે... કેમ કે ત્યાં પણ મકાનો અને રસ્તાઓ પર મોટી તિરાડો પડી ગઈ હતી.... ત્યારે આશા રાખીએ તે પૃથ્વી પરના સ્વર્ગમાં જમીન ધસવાનું બંધ થાય...