Pics: કડકડતી ઠંડીમાં હાફ ટીશર્ટ..કોણ છે આ 46 વર્ષના મંત્રીજી જે રાહુલ ગાંધીને આપી રહ્યા છે ટક્કર!
આ નેતા દિલ્હીમાં જબરદસ્ત ઠંડીમાં પણ ટીશર્ટ પહેરીને પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે આ મુલાકાત બાદ આ નેતાને જોઈને લોકોને રાહુલ ગાંધીની યાદ આવી ગઈ.
PM Modi And Udhayanidhi Stalin: તમિલનાડુના મંત્રી અને દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) પાર્ટીના નેતા ઉદયનીધિ સ્ટાલિને ગુરુવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી જે હાલ ચર્ચામાં આવી ગઈ છે. તેમણે પ્રધાનમંત્રીને આ મહિનાના અંતમાં ચેન્નાઈમાં થનારા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ધાટન સમારોહ માટે આમંત્રિત કર્યા છે. પરંતુ આ મુલાકાતની તસવીરો સામે આવતા જ લોકોને રાહુલ ગાંધીની યાદ આવી ગઈ છે. તેનું કારણ એ છે કે ઉદયનીધિ સ્ટલિન દિલ્હીની જબરદસ્ત ઠંડીમાં પણ ટીશર્ટ પહેરેલા જોવા મળ્યા. પીએમ મોદી સાથે મુલાકાત સમયે પણ તેઓ ટીશર્ટમાં જોવા મળ્યા. ગત વર્ષ ભારત જોડો યાત્રા સમયે રાહુલ ગાંધીની ટીશર્ટ પણ જબરદસ્ત ચર્ચામાં રહી હતી. કારણ કે ભયંકર ઠંડીમાં તેઓ ટીશર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. હવે ઉદયનીધિ સ્ટાલિન પણ ટીશર્ટમાં જોવા મળ્યા.
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ધાટન સમારોહ માટે આમંત્રણ
વાત જાણે એમ છે કે ઉદયનીધિ સ્ટાલિને આ તસવીર શેર કરી છે. તેમણે લખ્યું કે ચેન્નાઈમાં 19 જાન્યુઆરીન રોજ યોજાનારા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ધાટન સમારોહ માટે પીએ મોદીને આમંત્રિત કરીને પઆનંદ થયો. ઉદયનીધિએ પોસ્ટમાં લખ્યું કે આપણા માનનીય મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની ભલામણ મુજબ મે તમિલનાડુ પુર પ્રભાવિત જિલ્લાઓમાં વ્યાપક રાહત, બહાલી અને પુર્નવાસના કાર્ય માટે પ્રધાનમંત્રીને નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફંડને તત્કાળ જારી કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ અમને આશ્વાસન આપ્યું છે કે તેઓ જરૂરી પગલાં ભરશે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube