BJP MP ઉદિત રાજે ટિકિટ ન મળતા પાર્ટીમાંથી આપીશ રાજીનામું, કહ્યું...
ભાજપ નેતા અને ઉત્તર-પશ્ચિમ દિલ્હી (સુરક્ષિત) બેઠકથી લોકસભા સાંસદ ઉદિત રાજે લોકસભા ચૂંટણીની ટિકિટ ના મળવાની સ્થિતિમાં પાર્ટી છોડવાની ધમકી આપી છે.
નવી દિલ્હી: ભાજપ નેતા અને ઉત્તર-પશ્ચિમ દિલ્હી (સુરક્ષિત) બેઠકથી લોકસભા સાંસદ ઉદિત રાજે લોકસભા ચૂંટણીની ટિકિટ ના મળવાની સ્થિતિમાં પાર્ટી છોડવાની ધમકી આપી છે. તેમણે આજે સવારે ટ્વિટ કરી કહ્યું, ‘હું હજુ પણ ટિકિટની રાહ જોઇ રહ્યો છું, જો મને ના મળી તો હું પાર્ટીને અલવિદા કહી દઇશ.’
વધુમાં વાંચો: ત્રીજા તબક્કામાં મતદાન: ભાજપના 84 ટકા, તો કોંગ્રેસના 82 ટકા ઉમેદવાર છે કરોડપતિ
જોકે, સાથે જ તેમમે એ પણ કહ્યું કે મને હજુ પણ આશા છે કે ભાજપની તરફથી મને સંસદીય ક્ષેત્રથી નામાંકન ભરીશ, જ્યાં મેં ઘણી મહેનતથી કામ કર્યું છે અને પોતાની જાતને સાબિત કરી છે. ત્યારબાદ તેમણે વધુ એક ટ્વિટમાં કહ્યું કે મારી ટિકિટમાં વાર લાગવાથી સમગ્ર દેશમાં દલિત સમર્થકોમાં રોષ છે અને જ્યારે મારી વાત પાર્ટી નહીં સાંભળી રહીં તો સામાન્ય દલિતને કેવી રીતે ન્યાય મળશે.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...
CM કમલનાથના ભત્રીજાની કંપની પર દરોડા, 1350 કરોડથી વધારે ટેક્સ ચોરી પકડાઇ
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...