નવી દિલ્હીઃ વિશ્વ વિદ્યાલયો અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રને લઈને હાલમાં અસમંજસ ખતમ થઈ ગયું છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC)  શનિવારે તેને લઈને એક વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. તે હેઠળ એક ઓક્ટોબરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂજીસીએ જાહેર કરી ગાઇડલાઇન, 30 સપ્ટેમ્બર સુધી એડમિશનની પ્રક્રિયા
30 સપ્ટેમ્બર સુધી વિશ્વવિદ્યાલયો અને કોલેજોએ પોતાની એડમિશન પ્રક્રિયા પૂરી કરવી પડશે. યૂજીસીએ ગાઇડલાઇનમાં તે સ્પષ્ટ કર્યુ છે કે એડમિશન પ્રક્રિયા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સહિત બધા બોર્ડોનું ધોરણ-12નું પરિણામ આવ્યા બાદ શરૂ થશે. 


31 ઓગસ્ટ સુધી અંતિમ વર્ષની પરીક્ષાઓ કરાવવા માટે યૂજીસીનો નિર્દેશ
યૂજીસીએ આ સાથે અંતિમ વર્ષની પરીક્ષાઓને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે અને તેને ફરજીયાત ગણાવી છે. સાથે વિશ્વવિદ્યાલયો અને કોલેજોથી તેને ઓનલાઇન કે ઓફલાઇન મોડમાં 31 ઓગસ્ટ પહેલા કરાવવાનું કહ્યું છે. યૂજીસીએ આ દરમિયાન ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કોરોનાના નક્કી પ્રોટોકોલનું કડક રીતે પાલન કરાવવાનું પણ કહ્યું છે. 


COVID-19: કોરોનાના દર્દીઓમાં વધી રહ્યાં છે ટીબીના કેસ, સરકારે આપ્યો ખાસ આદેશ


31 ડિસેમ્બર સુધી એડમિશન કેન્સલ કરાવવા પર આપવી પડશે પૂરી ફી


- કોરોના સંકટકાળમાં લોકોની નાણાકીય સમસ્યાને ધ્યાનમાં રાખતા યૂજીસીએ જરૂરી નિર્દેશ આપ્યા છે. 


- જો કોઈ વિદ્યાર્થી પ્રવેશ લીધા બાદ 31 ઓક્ટોબર સુધી પ્રવેશ રદ્દ કરે છે તો સંસ્થાએ સંપૂર્ણ ફી પરત આપવી પડશે. 


- યૂજીસીએ શિક્ષણ સંસ્થાઓને તેને સ્પેશિયલ કેસના રૂપમાં જોવાનું કહ્યું છે. 


- જો કોઈ વિદ્યાર્થી 31 ડિસેમ્બર, 2021  સુધી એડમિશન રદ્દ કરાવે છે તો પણ પ્રોસેસિંગ ફી કાપી પૂરી ફી પરત આપવાનું કહ્યું છે. 


- સંસ્થાઓને પ્રોસેસિંગ ફીના રૂપમાં એક હજાર રૂપિયાથી વધુ ન કાપવા માટે કહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube