કોલેજ અને યુનિવર્સિટીઝમાં નહી લાગુ પડે આર્થિક અનામત: UGCની સ્પષ્ટતા
દેશની 8 શૈક્ષણીક સંસ્થાઓમાં આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગનાં લોકોને અનામત નહી મળી શકે.
નવી દિલ્હી : દેશની 8 શૈક્ષણીક સંસ્થાઓમાં આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગનાં લોકોને અનામત નહી મળી શકે. યુનિવર્સિટી ફંડ પંચ (UGC) દ્વારા આ અંકે એક સર્કુલર બહાર પાડવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશમાં કઇ કઇ સંસ્થાઓમાં કેન્દ્ર સરકારનાં હાલના સંબંધિત આદેશ લાગુ થશે અને ક્યાં નહી લાગુ પડે. UGCના સંયુક્ત સચિવ ડૉ. જીતેન્દ્ર કુમાર ત્રિપાઠી દ્વારા અપાયેલી સુચના અનુસાર દેશનાં 40 કેન્દ્રીય યુનિવર્સિટી, આઠ ડીમ્ડ ટુબી યૂનિવર્સિટી, દિલ્હીની 54 કોલેજ, બનારસ હિંદુ વિવિની ચાર કોલેજ અને અલ્હાબાદ વિવિનાં 11 સંઘટક કોલેજોમાં આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગનું 10 ટકા અનામતનો નિયમ લાગુ પડશે.
ઇંસ્ટીટ્યુટ ઓફ એક્સીલેંસમાં અનામત લાગુ નહી પડે.
દેશની આઠ ઇસ્ટીટ્યૂટ ઓફ એક્સીલેન્સમાં આ અનામત લાગુ નહી પડે. UGCએ અનામતનાં વર્તુળમાં આવનારી તમામ સંસ્થાઓને 31 માર્ચ પહેલા વધેલી સીટો સહિત સંપુર્ણ માહિતી આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ સંસ્થાઓમાં નવા સત્રથી અનામત લાગુ કરી દેવામાં આવશે.
UGC તમામ સંસ્થાઓને કોર્સ અનુસાર સીટોની વહેંચણી જરૂરી આર્થિક સહાય અને સંસ્ધાનની માહિતી 31 જાન્યુઆરી, 2019 પહેલા ઉપલબ્ધ કરાવવા માટે જણાવ્યું છે. ઉતરાખંડમાં હેમવતી નંદન બહુગુણા ગઢવાલ કેન્દ્રીય યુનિવર્સિટી અને ગુરુકુળ કાંગડી યુનિવર્સિટી હરિદ્વારમાં 10 ટકા અનામતનો લાભ મળશે.
આ સંસ્થાઓમાં નહી લાગુ પડે અનામત
- હોમી ભાભા નેશનલ ઇંસ્ટીટ્યુટ, મુંબઇ
- ભાબા એટોમિક રિસર્ચ સેન્ટર ટ્રંબે
- ઇંદિરા ગાંધી સેંટર ફોર એટોમિક રિસર્ચ, કલપક્કમ
- રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેક્નોલોજી, ઇંદોર
- ઇંસ્ટીટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, ગાંધીનગર
- વેરિએબલ એનર્જી સાઇક્લોટ્રોન સેંટર, કોલકાતા
-સાહા ઇંસ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિયર ફિઝિક્સ, કોલકાતા
- ઇંસ્ટીટ્યૂટ ઓફ ફિજિક્સ, ભુવનેશ્વર
- ઇંસ્ટીટ્યુટ ઓફ મેથમેટિકલ સાયન્સ, ચેન્નાઇ
- હરિશ્ચંદ્ર રિસર્ચ ઇસ્ટીટ્યુ, અલ્હાબાદ
- ટાટા મેમોરિયલ સેંટર, મુંબઇ
- ટાટા ઇંસ્ટીટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, મુંબઇ
- નોર્થ ઇસ્ટર્ન ગાંધી રીઝનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ, શિલોંગ