નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મોબાઇલ સિમ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આધારકાર્ડ ફરજીયાત નહી હોવાનો ચુકાદો આપ્યો હતો. ત્યાર બાદ ભારતીય વિશિષ્ઠ ઓળખ વિભાગ (UIDAI)એ દૂરસંચાર કંપનીઓને મોબાઇલ સીમકાર્ડના વેરિફિકેશનનાં આધારિત પ્રણાલી બંધ કરવા માટેની યોજના 15 ઓક્ટોબર સુધીમાં જમા કરવા માટે જણાવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UIDAIએ નવામોબાઇલ સિમ આપવા માટે આધારનો ઉપયોગ નહી કરવા માટેની દિશામાં પગલુ ઉઠાવ્યું છે. UIDAIએ સોમવારે આપેલા એક નિર્દેશમાં ટેલિકોમ કંપનીઓ પાસેથી 15 ઓક્ટોબર સુધીમાં પ્લાન જમા કરાવવા માટે જણાવ્યું છે. 

યુઝર્સને ડેટા ડીલિંક કરવા પડશે. 
આધાર ફરજીયાત નહી હોવાનાં ચુકાદાથી ટેલિકોમ ઓપરેટર્સને જુની વ્યવસ્થા લાગુ કરવી પડશે. સાથે જ પોતાની સિસ્ટમથી યુઝર્સને આધાર ડીલિંગ કરવું પડશે. અર્થ સ્પષ્ટ છે કે સિમ લેવું એકવાર ફરીથી મોંઘુ અને મુશ્કેલ થઇ જશે. 

આધારના ઉપયોગ પર પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટે આધાર એક્ટનાં સેક્શન -57ને રદ્દ કરી દીધું છે. હવે પ્રાઇવેટ કંપનીઓ KYC માટે 12 ડિજિટના આધાર નંબરને ફરજીયાત નહી કરી શકે. સેક્શન-57 આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગની અનુમતી આપતું હતું. 

15 દિવસમાં જવાબ રજુ કરવા માટે આદેશ
આ અંગે જવાબ રજુ કરવા માટે ટેલિકોમ કંપનીઓને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. UIDAIની તરફથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર (TSP)ને એક સર્કુલર ઇશ્યું કરવામાં આવ્યું છે. આ કંપનીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે તેમાં એરટેલ, રિલાયન્સ જીયો, વોડાફોન-આઇડિયાની સાથે અન્ય કેટલીક કંપનીઓનો પણ સમાવેશ થાય છે. સર્કલરમાં લખવામાં આવ્યું છે કે તમામ કંપનીઓને કહેવામાં આવે છે કે તેઓ 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટનાં આદેશને ધ્યાનમાં રાખીને ઝડપથી એક્શન લે. હવે કપનીઓને 15 ઓક્ટોબર, 2018 સુધી જવાબ દાખલ કરવાનો છે.