Ujjain Rape કેસમાં આઘાતજનક ખુલસો, બાળકી સાથે કોણે આચરી હેવાનિયત? પોલીસે 5 લોકોને પકડ્યા
ઉજ્જૈનમાં એક 12 વર્ષની બાળકી સાથે રેપ મામલે અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. સોમવારે આ બાળકી લોહીથી લથપથ અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. પોલીસે આ કેસ સંલગ્ન અનેક મહત્વની જાણકારીઓ આપી છે.
ઉજ્જૈનમાં એક 12 વર્ષની બાળકી સાથે રેપ મામલે અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. સોમવારે આ બાળકી લોહીથી લથપથ અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. પોલીસે આ કેસ સંલગ્ન અનેક મહત્વની જાણકારીઓ આપી છે. આ સાથે જ આ મામલે શંકાસ્પદ એવા 5 લોકોને પોલીસે પકડ્યા છે અને હાલ તેમની પૂછપરછ ચાલુ છે.
સતનાની છે બાળકી
અર્ધબેભાન હાલતમાં મળી આવેલી 12 વર્ષની બાળકી તે સમયે કશું જ બતાવી શકવા માટે અસમર્થ હતી. ત્યારબાદ તેની બોલી પરથી અટકળો લગાવવામાં આવી કે તે કદાચ પ્રયાગરાજની હોઈ શકે. આ મામલે જાણકારી આપતા એસપી સચિન શર્માએ જણાવ્યું કે બાળકી સતના જિલ્લાની છે. તેમણે જણાવ્યું કે બાળકી સોમવારે ઉજ્જૈનમાં મળી આવી હતી. તેના એક દિવસ પહેલા સતના પોલીસ મથકમાં બાળકીના પરિજનોએ તેના ગૂમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. બાળકી લગભગ 3થી 4 કલાક ઉજ્જૈનમાં રહી. તે દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આી. અત્યાર સુધી તપાસમાં 5 લોકોને શંકાના આધારે પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકીને જલદી પરિજનો સાથે મિલાપ કરાવવામાં આવશે.
રાતે 3 વાગે શાળાના યુનિફોર્મમાં જોવા મળી
આ કેસમાં બે તસવીર સામે આવી છે. પહેલા ફૂટેજમાં મોડી રાતે લગભગ 3 વાગે બાળકી શાળાના ડ્રેસમાં રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીર બીજા દિવસ સવારે લગભગ 8 વાગ્યાની છે. આ ફૂટેજમાં તે બાળકી અર્ધનગ્ન હાલતમાં જોવા મળે છે.
મદદ કરનારા રાહુલ શર્માએ શું કહ્યું
બાળકીની હાલત જોઈને તેને મદદ કરારા આચાર્ય રાહુલ શર્માએ જણાવ્યું કે તેમણે બડનગર માર્ગ પર બાળકીને આવતી જોઈ. તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. તે અર્ધનગ્ન હાલતમાં હતી. તેને જોઈને તેમણે તેને કપડાં આપ્યા અને તેના માતા પિતા વિશે જાણકારી લીધી. પરંતુ બાળકી જે બોલી રહી હતી તે તેને ખબર પડતી નહતી. તેમણે 100 નંબર પર અને મહાકાળ પોલીસ મથકમાં સંપર્ક કરીને બાળકને પોલીસ અધિકારીઓ સાથે મોકલી.
શું કહ્યું પોલીસે
બીજી બાજુ પોલીસે કહ્યું કે ઉજ્જૈનના પોલીસ મથક મહાકાળ પોલીસને 25 સપ્ટેમ્બરના દિવસે એક સગીર બાળકી લાવારિસ હાલતમાં ભટકતી હોવાની સૂચના મળી હતી. પોલીસે તરત હોસ્પિટલ લઈ જઈને તેનું મેડિકલ કરાવ્યું. બાળકી એ જણાવવા માટે સક્ષમ નહતી કે તે ક્યાંની છે એટલે ખાસ કરીને કાઉન્સિલર બોલાવવામાં આવ્યા. ત્યારે થોડી જાણકારી મળી શકી. મેડિકલ રિપોર્ટમાં રેપની પુષ્ટિ થતા મામલો નોંધવામાં આવ્યો. ત્યારબાદ એક એસઆઈટી બનાવવામાં આવી. વિસ્તારના સીસીટીવી ફૂટેજ ભેગા કરવામાં આવ્યા. ફૂટેજના આધારે એક ઓટોચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો. તપાસ કરતા તેની રિક્ષામાંથી લોહીના નિશાન મળી આવ્યા અને પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું કે ઘટનાની તારીખે તે બાળકીની સાથે હતો.
અત્રે જણાવવાનું કે ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે હેવાનિયત આચરીને તેને રસ્તા પર છોડી દેવાનો હચમચાવી નાખતો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. બાળકી આમતેમ ઘૂમી રહી છે તે સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. મળતી માહિતી મુજબ ઉજ્જૈનના બડનગર રોડ પર દાંડી આશ્રમ પાસે એક 12 વર્ષની બાળકી સાથે હેવાનિયત આચરીને છોડી દેવાઈ હતી. જ્યાંથી તે પગપાળા જ અર્ધનગ્ન અવસ્થામાં આમતેમ ફરતી જોવા મળી. બાળકીની હાલત ગંભીર હોવા પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ઈન્દોર માટે રેફર કરાઈ. જ્યાં તેની સારવાર થઈ રહી છે. સારવાર દરમિયાન પોલીસકર્મીઓએ પીડિતાને લોહી પણ આપ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube