Boris Johnson felt like Sachin Tendulkar and Amitabh Bachcha: બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન બે દિવસ ભારતના પ્રવાસ પર છે અને તેમણે આજે (શુક્રવાર) પીએમ મોદી સાથે મુલાકાત કરી. ભારત પ્રવાસે પહોંચેલા બોરિસ જોનસને પોતાના સ્વાગતને લઇને ખુલીને વાત કરી અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો, કારણ કે ભારતમાં તેમનું ગર્મજોશી સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ બ્રિટીશ પીએમએ પીએમ મોદીને ખાસ મિત્ર ગણાવ્યા અને કહ્યું કે બંને દેશો વચ્ચે સંબંધ એકદમ મજબૂત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન અને અમિતાભ જેવું લાગી રહ્યું હતું: જોનસન
બોરિસ જોનસને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં તેમનું જે પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું, તે સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવું અનુભવી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમદાવાદમાં ચારેય તરફ મારા પોસ્ટર લાગેલા હતા. જેથી હું ખૂબ અભિભૂત હતો. 


જોનસને પીએમ મોદીને ગણાવ્યા ખાસ મિત્ર
બોરિસ જોનસને પીએમ નરેન્દ્ર મોદીને ખાસ મિત્ર ગણાવતાં ધન્યવાદ કહ્યું... મારા મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મારા ખાસ મિત્ર મને લાગે છે કે આ પડકારજનક સમયમાં ખાસ મિત્ર વધુ નજીક થઇ જાય છે. હાલના પડકારજનક સમયમાં ભારત અને બ્રિટન વધુ નજીક આવ્યા છે. 

Ration Service: હવે નહી લાગે લાંબી લાઇનો, ઘરે બેઠા મંગાવી શકશો રાશન


પીએમ મોદી અને જોનસન વચ્ચે થઇ ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતના પ્રવાસે આવેલા પોતાના બ્રિટિશ સમકક્ષ બોરિસ જોનસન સાથે રક્ષા, વેપાર અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્ર પરસ્પર સહયોગને વધુ વિસ્તાર આપવા માટે વિસ્તૃત ચર્ચા કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વીટમાં કહ્યું કે 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસને નવી દિલ્હીમાં વાતચીત કરી. બંને નેતાઓએ ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાના રસ્તા વિશે ચર્ચા કરી. 


મુક્ત વેપાર કરારને અંતિમ રૂપ આપવાનો નિર્ણય
પીએમ નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસને શુક્રવારે 'રોડમેપ 2030' સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાની સમીક્ષા કરી અને આ વર્ષના અંત સુધી મુક્ત વેપાર કરાર પર વાતચીતને અંતિમ રૂપ આપવાનો નિર્ણય કર્યો. બંને નેતાઓએ એક નવા તથા વિસ્તારિત દ્વિપક્ષીય રક્ષા તથા સુરક્ષા ગઠજોડ પર સહમતિ વ્યક્ત કરી. મોદીએ ભારતને રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનમાં સામેલ થવા માટે બ્રિટનને આમંત્રિત કર્યા. પીએમ મોદી અને જોનસનને 'રોડમેપ 2030' ને લાગૂ કરવાની દીશામં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને વિભિન્ન ક્ષેત્રોમાં ગઠબંધનને ગાઢ બનાવવાની મહત્વાકાંક્ષી ટાર્ગેટ નક્કી કર્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube