એજન્ટ વિના ઘરબેઠા UKના વિઝા માટે અરજી કરો : આ સ્ટેપ ફોલો કરજો લાખો બચી જશે
યુકે જવાનું મન કોને ન હોય. પણ ઘણી વખત પૂરતી માહિતીના અભાવે સપનું પૂરું કરવામાં વિધ્ન આવતા હોય છે. અમે તમને એજન્ટ વિના યુકેના વિઝા કેવી રીતે મેળવવા તે વિશે જણાવીશું. ચાલો જાણીએ કે યુકેના વિઝા માટે કેવી રીતે પ્રોસેસ થાય છે.
ગુજરાતમાંથી વિદેશ જવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ભારતમાં ઘણા લોકો કામ કરવા, અભ્યાસ કરવા અથવા તેમના પરિવાર સાથે પ્રવાસ પર જવા માટે યુકે જવાનું સ્વપ્ન ધરાવે છે. પરંતુ વિઝા ન મળવાને કારણે તેઓ તેમનું સપનું પૂરું કરી શકતા નથી. અમે તમને એજન્ટ વિના યુકેના વિઝા કેવી રીતે મેળવવા તે વિશે જણાવીશું. ચાલો જાણીએ કે યુકેના વિઝા માટે કેવી રીતે પ્રોસેસ થાય છે.
પહેલાં તો એ જાણી લો કે વિઝા શું છે?
વિઝા એ એક દસ્તાવેજ છે જેના આધારે તમે કોઈપણ અન્ય દેશમાં પ્રવેશી શકો છો. વિઝા વિના તમે ઘણા દેશોમાં પ્રવેશી શકતા નથી. જો સરળ ભાષામાં સમજીએ તો, વિઝાનો અર્થ એ સ્ટેમ્પ છે જે વિદેશમાં મુસાફરી કરતા પહેલાં તમારા પાસપોર્ટ પર લગાવવામાં આવે છે. કોઈ ચોક્કસ દેશમાં વિદેશીઓ માટે શું શરતો છે તેની સંપૂર્ણ વિગતો વિઝામાં આપવામાં આવી છે. આ સિવાય તમને જે વિઝા મળે છે તેના પર લખેલું હોય છે કે વ્યક્તિ તે દેશમાં કેટલા દિવસ રહી શકે છે. દેશમાં પ્રવેશવા અને બહાર જવા માટે વિઝા કેટલી વખત માન્ય રહેશે તેની વિગતો પણ વીઝામાં હોય છે. વિઝામાં એ પણ ખાસ લખેલું હોય છે કે વિઝા મેળવતા દેશમાં તમે શું કરવા આવ્યા છો, એટલે કે તમને ત્યાં જવા, રહેવા કે કામ કરવા માટે કયા હેતુ માટે વિઝા આપવામાં આવી રહ્યા છે તે પણ વિગતવાર લખેલું હોય છે.
યુકે માટે કેટલા પ્રકારના મળે છે વિઝા
યુકેના વિઝા કેવી રીતે મેળવવું તે જાણવાની સાથે, એ જાણવું પણ અગત્યનું છે કે યુકેની મુલાકાત લેવા માટે તમારા માટે વિવિધ પ્રકારના વિઝા ઉપલબ્ધ છે, દરેક ચોક્કસ સમયગાળા માટે યુકેમાં રહેવાના હેતુ માટે રચાયેલો છે. તો ચાલો જાણીએ વિઝાના પ્રકારો વિશે-
વિઝિટર વિઝા
એક વ્યક્તિ વીઝિટર વીઝા માટે કેટલાય કારણોસર અરજી કરી શકે છે. જેમાં તમે અવકાશ, વ્યવસાયિક હેતુઓ, રમતગમત અને સર્જનાત્મક કાર્યક્રમોમાં હાજરી આપવી વગેરે હેતુઓ બતાવી શકો છે. ટ્રાન્ઝિટમાં ખાનગી તબીબી સારવાર વગેરે સહિત અનેક કારણોસર વ્યક્તિ UK વિઝિટર વિઝા માટે અરજી કરી શકે છે.
વર્ક વિઝા
યુકેમાં નોકરીની તક મેળવવા માટે સામાન્ય રીતે વર્ક વિઝાની જરૂર પડે છે. આ બિઝનેસ વિઝાથી અલગ છે અને મુખ્યત્વે યુકેમાં વ્યક્તિ જે પ્રકારનું કામ કરવા માંગે છે તેના આધારે, આ વર્ક વિઝાને આગળ વિવિધ સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે.
સ્ટુડન્ટ વિઝા
ભારતના ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ યુકેમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન ધરાવે છે. યુકેની સરકાર વિશ્વના તમામ વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા આપે છે. ત્યાં પણ 3 પ્રકારના સ્ટુડન્ટ યુકે વિઝા ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં શોર્ટ ટર્મ સ્ટડી-વિઝા (ટૂંકા ગાળાના અભ્યાસક્રમો માટે અને 6 મહિનાથી 1 વર્ષ સુધી માન્ય), ટિયર 4 (ચાઈલ્ડ સ્ટુડન્ટ) અને ટિયર 4 (16 વર્ષથી ઉપરના સામાન્ય વિદ્યાર્થીઓ)નો સમાવેશ થાય છે. ટિયર-4, UK વિઝા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, તમારે £348 [INR 34,800] ફી જમા કરવાની જરૂર પડશે. વધુમાં, જો તમારી સાથે અન્ય કોઈ વ્યક્તિ અથવા આશ્રિત હોય, તો તમારે વ્યક્તિ દીઠ વધારાના £348 [INR 34,800] ચૂકવવા પડશે. યુકે વિઝા માટે અરજી કરતી વખતે, તમારે હેલ્થ કેર સરચાર્જ પણ સબમિટ કરવો પડશે. આ ફીના ધોરણોમાં ફેરફાર થઈ શકે છે.
યુકે વિઝા માટે કેવી રીતે અરજી કરવી?
યુકે વિઝા માટે તમે ઓનલાઈન ઘરબેઠા પણ અરજી કરી શકો છો. નીચે આપેલ માર્ગદર્શિકાને અનુસરીને તમે સરળતાથી યુકે વિઝા માટે અરજી કરી શકો છો-
આ સ્ટેપને ફોલો કરો...
સૌ પ્રથમ, તમારે યુકેની સત્તાવાર વેબસાઇટ https://www.gov.uk/browse/visas-immigration પર વિઝા વિકલ્પ પર જવું પડશે.
તમારે અહીં વિઝાની એક કેટેગરી પસંદ કરવી પડશે. એકવાર તમે આ કરી લો તે પછી તમારે કયા વિઝા માટે અરજી કરવી તે અંગે જરૂરી માહિતી પ્રદાન કરવાની જરૂર પડશે.
UK વિઝા ફી ઓનલાઈન પ્રકાર પર આધાર રાખીને બદલાય છે.
ઘણી એજન્સીઓ ફી વસૂલીને વિઝા માટે અરજી કરે છે. તમે તેમના દ્વારા પણ વિઝા માટે અરજી કરી શકો છો.
જો તમે તમારી જાતે વિઝા માટે અરજી કરવા માંગતા હો, તો તમારે યુકે સરકારની કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.
યુકે આવવા માટે તમારે સાબિત કરવું પડશે કે તમે સારા હેતુ માટે યુકેમાં આવી રહ્યા છો અને લોકોને હેરાન કરવા માટે નહીં.
તમે વિઝા મેળવવા માટે તમારી યોગ્યતા સાબિત કરવા સક્ષમ હોવા જોઈએ.
એક માન્ય પાસપોર્ટ, જે તમારા રોકાણના સમયગાળા પછી ઓછામાં ઓછા છ મહિના માટે માન્ય હોવો જોઈએ.
અરજી કરતી વખતે, તમારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી સામે કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાનો કેસ ન હોવો જોઈએ.
તમારે સાબિત કરવું પડશે કે તમારી પાસે યુકેમાં તમારા રોકાણ દરમિયાન પોતાને અને તમારા આશ્રિતોને ટેકો આપવા માટે પૂરતા નાણાકીય સંસાધનો છે.
યુકે આવવા માટે, તમારે તમારું મેડિકલ ચેકઅપ કરાવવું પડશે.
કેટલીકવાર વિઝા માટે અરજી કરનાર વ્યક્તિને વિઝા મેળવવા માટે રૂબરૂ મુલાકાત પ્રક્રિયા માટે પણ બોલાવવામાં આવે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી વિવિધ જાણકારીઓ પર આધારિત છે. વિઝા માટે અરજી કરતા પહેલા કે કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા યુકે વિઝા એમ્બેસીનો સંપર્ક ચોક્કસપણે કરવો કે એક્સપર્ટની સલાહ લેવી)