Ukraine Crisis: યુક્રેનમાં સ્થિતિ ખરાબ, ભારતે પોતાના રાજદ્વારીઓના પરિવારોને દેશ છોડવાનો આપ્યો નિર્દેશ
Ukraine Crisis: યુક્રેનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. તેને જોતા ભારત સરકારે ત્યાં તૈનાત પોતાના રાજદ્વારીના પરિવારોને દેશ પરત ફરવાનો નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ યુક્રેનની સ્થિતિની ગંભીરતા અને વધતા તણાવને જોતા વિદેશ મંત્રાલયે પણ પોતાના રાજદ્વારી અધિકારીઓને પણ પોતાના પરિવારોને પરત મોકલવા માટે કહ્યું છે. આ સાથે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે રવિવારે એક એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને અસ્થાયી રૂપે દેશ છોડી દેવા જણાવ્યું હતું. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો આ પ્રકારનું પગલું ભરી ચૂક્યા છે.
યુક્રેન સંકટને લઈને ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) સાથે જોડાયેલા દેશો અને રશિયા વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દૂતાવાસે કહ્યું, 'યુક્રેનને લઈને વધતા તણાવ અને અનિશ્ચિતતાઓને જોતા તમામ ભારતીય નાગરિક, જેનો પ્રવાસ જરૂરી નથી અને તમામ ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપથી યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે.'
આ પણ વાંચોઃ યુક્રેનને રશિયાના હુમલાથી બચાવવાનો છેલ્લો પ્રયાસ, આ પાવરફુલ નેતાએ પુતિનને કર્યો ફોન
એમ્બેસીએ જણાવ્યું હતું કે "વ્યવસ્થિત અને સમયસર પ્રસ્થાન" માટે યુક્રેનથી વ્યાપારી ફ્લાઇટ્સ અને ચાર્ટર ફ્લાઇટ્સ લઈ શકાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય વિદ્યાર્થીઓને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ ચાર્ટર ફ્લાઈટ્સ સંબંધિત માહિતી માટે સંબંધિત કોન્ટ્રાક્ટરોનો સંપર્ક કરે અને કોઈપણ માહિતી માટે ઈ-એમ્બેસી ફેસબુક, વેબસાઈટ અને ટ્વિટર પર આપવામાં આવી રહેલી માહિતીથી વાકેફ રહે."
વર્ષ 2020ના સત્તાવાર દસ્તાવેજ અનુસાર, યુક્રેનમાં મર્યાદિત સંખ્યામાં NRI હતા અને લગભગ 18,000 ભારતીય વિદ્યાર્થીઓ તે દેશમાં અભ્યાસ કરી રહ્યા હતા. યુક્રેનિયન સરહદ નજીક સૈનિકો એકઠા કરવા બદલ યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો રશિયાની ટીકા કરી રહ્યા છે. યુક્રેન પર રશિયન આક્રમણની આશંકા વચ્ચે યુએસએ તેના સાથીઓની મદદ માટે યુરોપમાં વધારાના સૈનિકો મોકલી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube