Ukraine Russia Conflict: યુક્રેન-રશિયા વચ્ચેના તણાવ વચ્ચે યુક્રેનની રાજધાની કિએવમાં સ્થિત ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેતા ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓને અસ્થાયી રીતે યુક્રેન છોડવાની સલાહ આપી છે. દૂતાવાસ તરફથી જારી પત્રમાં કહેવાયું છે કે યુક્રેનની હાલની અનિશ્ચિતતાઓને જોતા ભારત સરકાર પોતાના તમામ નાગરિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને યુક્રેન છોડી દેશમાં પાછા ફરવાની સલાહ આપે છે. આ સાથે જ કહેવાયું છે કે યુક્રેનની અંદર રહેતા ભારતીય નાગરિકો કોઈ પણ કામ વગર બહાર ન જાય અને જરૂરી ન હોય તો યુક્રેનનો પ્રવાસ ન કરે. યુક્રેનમાં સ્થિત ભારતીય દૂતાવાસે તમામ  ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની હાજરી અંગે દૂતાવાસને જાણકારી આપતા રહે જેથી  કરીને જરૂર પડ્યે તેમના સુધી મદદ પહોંચાડી શકાય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube