નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેનનું રૂપ સતત ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. લોકોને હવે ત્યાં ડર લાગી રહ્યો છે. તેવામાં મંગળવારે કર્ણાટકના નવીનનું ખારકીવમાં મોત થયું છે. નવીન ગોળીબારનો ભોગ બન્યો છે. મહત્વનું છે કે સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સ્વદેશ વાપસી માટે સતત કામ કરી રહી છે, તેમ છતાં તેમાં સમય લાગી રહ્યો છે. જે નવીનનું મૃત્યુ થયુ છે તેનો બે દિવસ પહેલાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પરિવારજનો સાથે વાત કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકના નવીનનું મૃત્યુ
વિદ્યાર્થીનું મોત રશિયાની ગોળીબારીને કારણે થયું છે. ખારકીવમાં થયેલી શેલિંગની રેન્જમાં આવવા પર આ ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. ખારકીવમાં પોતાનો જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન શેખરપ્પા છે. 21 વર્ષનો નવીન કર્ણાટકના ચલાગેરીનો રહેવાસી હતો. આ ભયાનક માહોલ વચ્ચે તેણે બે દિવસ પહેલા ઘરે વાત કરી હતી. 


બે દિવસ પહેલા યુક્રેનમાં ફસાયેલા નવીને પરિવારજનો સાથે વીડિયો કોલથી વાત કરી હતી, ત્યારે તેણે આશા વ્યક્ત કરી હતી કે જલદી સ્વદેશ પરત ફરશે. 


રોમાનિયાથી વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું, યુક્રેનમાં ફસાયેલા 218 ભારતીયો પરત આવ્યા


ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ સતત બગડી રહી છે. આ બધા વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયો માટે એક મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ આજે જ કિવ છોડી દે. એવુ પણ કહેવાયું છે કે કિવ છોડવા માટે જે પણ સાધન મળે તે પકડીને તરત ત્યાંથી નીકળી જાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube