મિઝોરમના સેરાંગ વિસ્તાર પાસે એક નિર્માણધીન રેલવે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર આજે સવારે 10 વાગ્યાની આજુબાજુ ઘટી. પોલીસના જણાવ્યાં મુજબ 17 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધ ચાલુ છે. અકસ્માત કયા કારણસર થયો તે અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી. 


સીએમએ જતાવ્યું દુખ
અકસ્માત પર મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ દુખ વ્યક્ત કર્યું છે અને તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આઈઝોલ પાસે સાયરાંગમાં નિર્માણધીન રેલવે ઓવર બ્રિજ આજે તૂટી ગયો. જેમાં 17 મજૂરોના મોત થયા છે. બચાવકાર્ય ચાલુ છે. આ ત્રાસદીથી ખુબ દુખી અને પ્રભાવિત છું. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને ઘાયલોના જલદી સાજા થવાની કામના કરું છું. બચાવકાર્યોમાં મદદ માટે મોટી સંખ્યામાં સામે આવેલા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube