કોલકત્તાઃ અર્થવ્યવસ્થા ધીમે-ધીમે સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહી છે આ સાથે દેશમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો છે. તો દેશમાં હરિયાણા એવું રાજ્ય છે જ્યાં બેરોજગારી દર સૌથી વધુ છે. હરિયાણામાં બેરોજગારોની સંખ્યા સૌથી વધુ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ) ના આંકડામાંથી આ જાણકારી મળી છે. સીએમઆઈએના માસિક આંકડા અનુસાર દેશમાં બેરોજગારી દર ફેબ્રુઆરીમાં 8.10 ટકા હતો, જે માર્ચમાં ઘટીને 7.6 ટકા રહી ગયો છે. બે એપ્રિલે તે વધુ ઘટીને 7.5 ટકા રહી ગયો. શહેરી બેરોજગારી દર 8.5 ટકા અને ગ્રામીણ ક્ષેત્ર માટે તે 7.1 ટકા રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય આંકડાકીય સંસ્થાના અર્થશાસ્ત્રના નિવૃત પ્રોફેસર અભિરૂપ સરકારે કહ્યુ કે, બેરોજગારી દર ઘટી રહ્યો છે, પરંતુ ભારત જેવા 'ગરીબ' દેશની દ્રષ્ટિથી આ ખુબ ઉંચો છે. તેમણે કહ્યું કે, બેરોજગારી પ્રમાણમાં ઘટાડાથી ખ્યાલ આવે છે કે કોવિડ-19 મહામારી બાદ અર્થવ્યવસ્થા પાટા પર પરત ફરી રહી છે. સરકારે કહ્યું- પરંતુ ભારત જેવા ગરીબ દેશ માટે બેરોજગારી દર હજુ ખુબ ઉંચો છે. ખાસ કરી ગ્રામીણ ક્ષેત્રના લોકો બેરોજગારી સહન કરી શકે નહીં. તેથી તેને જીવન નિર્વાહ માટે જે રોજગાર મળી રહે છે તે તેના માટે તૈયાર થઈ જાય છે. 


આંકડા અનુસાર માર્ચમાં હરિયાણામાં બેરોજગારી દર સૌથી વધુ 26.7 ટકા રહ્યો. ત્યારબાદ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં 25-25 ટકા રહ્યો. બિહારમાં બેરોજગારી દર 14.4 ટકા રહ્યો, ત્રિપુરામાં 14.1 ટકા અને પશ્ચિમ બંગાળમાં 5.6 ટકા રહ્યો છે. એપ્રિલ 2021માં કુલ બેરોજગારી દર 7.97 ટકા રહ્યો. પાછલા વર્ષે મેમાં તે 11.84 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. માર્ચ 2022માં કર્ણાટક અને ગુજરાતમાં બેરોજગારી દર સૌથી ઓછો 1.8-1.8 ટકા રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube