આખરે સરકારનો સ્વીકારઃ દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ
કેન્દ્રીય આંકડા કચેરી દ્વારા મોદી સરકારની તાજપોશીના બીજા જ દિવસે શુક્રવારે બેરોજગારીના આંકડા બહાર પાડ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ પક્ષના દાવાને સરકારે ભલે ફગાવી દીધા હોય, પરંતુ બેરોજગારીનો દર દેશમાં 45 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે
નવી દિલ્હીઃ કેન્દ્રીય આંકડા કચેરી દ્વારા મોદી સરકારની તાજપોશીના બીજા જ દિવસે શુક્રવારે બેરોજગારીના આંકડા બહાર પાડ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ પક્ષના દાવાને સરકારે ભલે ફગાવી દીધા હોય, પરંતુ બેરોજગારીનો દર દેશમાં 45 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. સરકારની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર નાણાકિય વર્ષ 2017-18 દરમિયાન દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો છે.
આંકડાઓ અનુસાર મહિલાઓની સરખામણીએ પુરુષોમાં બેરોજગારીનો દર વધારે છે. ભારતમાં રાષ્ટ્રીય સ્તરે પુરુષોનો બેરોજગારીનો દર 6.2 ટકા રહ્યો છે, જ્યારે મહિલાઓનો બેરોજગારી દર 5.7 ટકા છે.
શહેરોમાં સૌથી વધુ બેરોજગારી
લોકો રોજગારની શોધમાં ગામડાં છોડીને શહેરો તરફ પલાયન કરી રહ્યા છે. જોકે, તાજેતરના આંકડા કંઈક જુદી જ પરિસ્થિતિ બતાવી રહ્યા છે. આ આંકડા અનુસાર શહેરોની સરખામણીએ ગામડામાં હાલત વધારે ખરાબ છે. શહેરોમાં બેરોજગારીનો દર ગામડાંની સરખામણીએ 2.5 ટકા વધારે છે. શહેરોમાં બેરોજગારીનો દર 7.8 ટકા છે, જ્યારે ગામડાંમાં આ દર 5.3 ટકા રહ્યો છે.
[[{"fid":"218127","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
જાણો નવી સરકારનું બજેટ ક્યારે આવશે, મોદી કેબિનેટે નક્કી કરી સંસદના સત્રની તારીખો
આ આંકડા જાહેર કરતા મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રવીણ શ્રીવાસ્તવે રોજગારના મુદ્દે ઘેરાયેલી સરકારનો બચાવ પણ કર્યો હતો. તેમણે ભાર મુકીને કહ્યું કે, રોજગારના આ નવા સર્વેક્ષણની જૂના આંકડા સાથે સરખામણી કરી શકાય નહીં. તેમણે જણાવ્યું કે, આ સર્વેક્ષણના માપ-દંડની પદ્ધતિ જૂના સર્વેક્ષણ કરતાં તદ્દન જૂદી છે. આથી, આ આંકડાની જૂના આંકાડઓ સાથે સરખામણી કરી શકાય નહીં. શ્રીવાસ્તવે જણાવ્યું કે, તેઓ એ દાવો કરવા માગતા નથી કે આ આંકડા 45 વર્ષનો સૌથી લઘુત્તમ કે મહત્તમ છે.
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સરકારના આંકડા પછી કોંગ્રેસે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન મોદી અને નાણાં મંત્રી નિર્મલા સાતારમણ આ સમસ્યાના સમાધાન માટે યોગ્ય પગલાં લેશે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, આર્થિક વિકાસ દરમાં ઘટાડો થયો છે અને મોટા પ્રમાણમાં બેરોજગારી સૌથી મોટો પડકાર છે. આશા રાખીએ કે વડાપ્રધાન અને નાણામંત્રી, રોજગાર પેદા કરવા માટે ટૂંકા ગાળાની અને લાંબાગાળાની એક રૂપરેખા તૈયાર કરશે.
મોદી સરકાર 2.0 : ભારતે કરી આ શક્તિશાળી દેશો સાથે બેઠક, મહત્વના મુદ્દે થઈ ચર્ચા
વિરોધ પક્ષનો દાવો સાચો ઠર્યો
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન વિરોધ પક્ષ દ્વારા 45 વર્ષમાં સૌથી ઊંચા બેરોજગારી દરના મુદ્દે સરકાર પર સતત પ્રહાર કરાયા હતા. જોકે, એ સમયે આ રિપોર્ટ બહાર પડ્યો ન હતો. લીક રિપોર્ટના આધારે વિરોધ પક્ષ સરકાર પર હુમલા કરતો હતો. ચૂંટણી પુરી થયા પછી અને નવી સરકારના અસ્તિત્વમાં આવી ગયા બાદ હવે જ્યારે આ આંકડા જાહેર થયા છે ત્યારે વિરોધ પક્ષનો દાવો સાચો ઠર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન સૌથી પહેલા દેશમાં નોટબંદી લાગુ કરાઈ હતી, જેમાં સરકારે અચાનક જ રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટ બંધ કરી દીધી હતી. જેના કારણે સમગ્ર દેશમાં નાણાની અછત સર્જાઈ હતી. દેશ હજુ નોટબંદીમાંથી બહાર આવે એટલામાં સરકારે નવી કર વ્યવસ્થા જીએસટી લાગુ કરી દીધી હતી. જેની સીધી અસર ઉદ્યોગ અને વેપાર પર પડી હતી. જેના પરિણામે મોટી સંખ્યામાં લોકોને રોજગારી ગુમાવાનો વારો આવ્યો હતો.
જૂઓ LIVE TV...