Budget 2018: સરકારનું `આરોગ્ય વરદાન` ગરીબોને મળી દુનિયાની સૌથી મોટી વીમા યોજના
દેશના કુલ 10 કરોડ ગરીબ પરિવારો માટે દર વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આ યોજના મુજબ દેશના લગભગ 50 કરોડ ગરીબ લોકોને સેકન્ડરી અને મોટા સ્તરે હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવાઓ મળી શકશે.
નવી દિલ્હીઃ આજે દેશના નાણાપ્રધાન અરુણ જેટલી 2019ની લોકસભાની ચૂંટણી પહેલા છેલ્લુ સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં નાણાપ્રધાને દેશના ગરીબ લોકોના સારા સ્વાસ્થ્ય માટે ઘણી યોજના લાવ્યા છે. નાણાપ્રધાન જેટલી દેશના ગરીબો માટે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાની જાહેરાત કરી છે. આ યોજના પ્રમાણે કુલ 10 કરોડ ગરીબ પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આ યોજના મુજબ દેશના લગભગ 50 કરોડ ગરીબ લોકોને સેકન્ડરી અને મોટા સ્તરે હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવાઓ મળી શકશે.
- વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાની જાહેરાત
- દેશની 40 ટકા વસ્તીને મળશે હેલ્થ વીમો
- દેશભરમાં 5 લાખ સ્વાસ્થ્ય સેન્ટર ખુલશે
- દરેક ત્રણ સંસદીય ક્ષેત્રપર એક મેડિકલ કોલેજ અને દેશમાં 24 નવી મેડિકલ કોલેજ ખુલશે
- આગામી નાણાકિય વર્ષમાં બે કરોડ શૌચાલય બનાવવાનું લક્ષ્ય
- ટીબીના દર્દીઓને દર મહિને 500 રૂપિયા મળશે
આ સ્વાસ્થ્ય યોજનાઓની જાહેરાત પહેલા નાણાપ્રધાને કહ્યું કે, અમારો દેશ સર્વે ભવંતુ સુખિન સર્વે ભવંતુ નિરામયાના સિદ્ધાંત પર કામ કરે છે અને અમે પણ આજ રીતે કામ કરીશું. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દેશમાં આયોગ્ય પ્રોગ્રામ હેઠળ ચાલી રહેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ ગરીબ પરિવારને 30 હજાર રૂપિયા આપવામાં આવતા હતા.