મોદી સરકારે ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે સંસદમાં રજુ કરી દીધુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સદનમાં બજેટ રજુ કર્યું. આ બજેટમાં સૌથી પહેલા તેમણે રોજગારી અને યુવાઓ માટે જાહેરાત કરી. નાણામંત્રીએ યુવાઓ અને રોજગાર પર ફોકસ કરતા બજેટમાં મોટી જાહેરાત કરી. સરકારે રોજગાર અને કૌશલ તાલિમ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી છે. સરકારે રોજગારને પ્રોત્સાહન આપવા માટે ઈન્સેન્ટિવની 3 સ્કીમ પણ જાહેર કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારીઓ માટે મોટી જાહેરાત
નાણામંત્રીએ પોતાના બજેટના ભાષણમાં શરૂઆતમાં જ કહ્યું કે સરકાર રોજગારને વધારવા માટે કર્મચારી અને નિયોક્તા (એમ્પ્લોયર) બંનેની મદદ કરશે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં ત્રણ મોટી જાહેરાત કરી છે. જેનો હેતુ ફર્સ્ટ ટાઈમ એમ્પ્લોયી માટે હશે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર સંગઠિત ક્ષેત્રમાં રોજગાર મેળવનારા લોકોને પહેલા મહિનાનો પગાર આપશે. આ ઉપરાંત રોજગાર મેળવ્યાના 4 વર્ષમાં ઈપીએફઓમાં સરકાર પણ પોતાનું કન્ટ્રીબ્યુશન આપશે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે સરકાર નોકરીમાં પ્રવેશ કરનારા 30 લાખ યુવાઓને એક મહિનાનો પીએફનું યોગદાન આપીને પ્રોત્સાહન આપશે. EPFO માં પહેલીવાર રજિસ્ટર્ડ કર્મચારીઓના એક માસના વેતનના 15000 રૂપિયા સુધીની રકમનો ત્રણ હપ્તામાં પ્રત્યક્ષ લાભ આપશે. કર્મચારીઓની સાથે સાથે નિયોક્તા (એમ્પ્લોયર)ને પણ સમર્થન અપાશે. 


1. EPFO હેઠળ પહેલીવાર રજિસ્ટર્ડ થનારા કર્મચારીઓને 1 માસનું વેતન 15000 રૂપિયા સુધી ત્રણ હપ્તામાં ડાયરેક્ટ લાભ  ટ્રાન્સફર દ્વારા પહોંચતું કરવામાં આવશે. 


2. રોજગાર મેળવ્યાના ચાર વર્ષમાં તેમને ઈપીએફઓ યોગદાન હેઠળ નિયોક્તા અને કર્મચારી બંનેને ડાયરેક્ટ પ્રોત્સાહન પ્રોવાઈડ કરવામાં આવશે. 


3. નિયોક્તાઓને સમર્થન આપવા માટે સરકારે બજેટમાં કહ્યું કે વધારાના કર્મચારીઓના બે વર્ષ સુધી તેમના પ્રતિમાસ યોગદાન 3 હજાર સુધીની પ્રતિપૂર્તિ કરવામાં આવશે. 


બજેટ પ્રાયોરિટીઝ
આ વખતે સરકારે બજેટમાં 9 પ્રાથમિકતાઓ પર ફોક્સ કર્યું છે. જે આ પ્રમાણે છે. 
1. પ્રોડક્ટિવિટી અને રિસાયલન્સ ઈન એગ્રિકલ્ચર (Productivity and resilience in Agriculture) કૃષિ
2. એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ (Employment and skilling) રોજગાર
3. ઈન્ક્લુઝિવ HRD અને સોશિયલ જસ્ટિસ (Inclusive HRD and social justice) સામાજિક ન્યાય
4. MFG & સર્વિસિસ (Mfg & services) વિનિર્માણ અને સેવાઓ
5. અર્બન ડેવલપમેન્ટ (Urban development) શહેરી વિકાસ
6. એનર્જી સિક્યુરિટી (Energy security) ઉર્જા સુરક્ષા
7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastucture) માળખાગત સુવિધાઓ
8. ઈનોવેશન, R & D (Innovation, R&D) અનુસંધાન અને વિકાસ
9. નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ (Next generation reforms) આગામી પેઢીના સુધારા