નવી દિલ્હીઃ ભારતીય રેવલેના નોન ગેઝેટેટ કર્મીઓને કેન્દ્રની મોદી સરકારે તહેવારની ભેટ આપી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આવા કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, ગણતરીના આધાર પર 72 દિવસનું બોલન આપવામાં આવે છે, પરંતુ આ વખતે છ દિવસનું વધારાનું બોનસ મળશે. એટલે કે નોન ગેઝેટેટ કર્મીઓને કુલ 78 દિવસનું બોનસ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલા લોકોને ફાયદો
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પ્રમાણે તેનો ફાયદો 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓને મળશે. આ નિર્ણયથી સરકારને 1985 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, અતિ વિષમ પરિસ્થિતિઓ છતાં સરકારે બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અનુરાગ ઠાકુરે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી સાથે જોડાયેલા નિર્ણયની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, પીએમ મિત્ર યોજનાને લોન્ચ કરવામાં આવશે. તેમાં પાંચ વર્ષમાં 4445 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજનાથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મોટા ફેરફારની આશા છે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, તેનાથી રોજગારની તક પણ વધશે. 


આ પણ વાંચોઃ Covid-19 news : તહેવારોની સીઝનમાં કોરોનાની થર્ડ વેવનો ખતરો? સાંભળો ડો. ગુલેરિયાની મહત્વની સલાહ


શું છે સ્કીમમાં
પીએમ મિત્ર યોજનામાં 7 મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીઝનલ એન્ડ અપેરલ (MITRA) પાર્ક તૈયાર થશે. તો કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિર્ણયની જાણકારી આપતા જણાવ્યુ કે, તેનાથી 7 લાખ લોકોને પ્રત્યક્ષ અને 14 લાખ લોકોને અપ્રત્યક્ષ રોજગારની આશા છે. તેમણે જણાવ્યું કે, આ યોજનાને લઈને 10 રાજ્યોએ ઈચ્છા દર્શાવી છે. 


રાજ્યો વચ્ચે એક પારદર્શી સ્પર્ધા થશે. તેમાં જોવામાં આવ્યું કે ક્યુ રાજ્ય આપણે સારી સુવિધા આપશે, જેને જોયા બાદ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. પીયૂષ ગોયલે જણાવ્યુ કે, એન્કર રોકાણકારોને રાહત આપવામાં આવશે. તેનું પ્લાનિંગ સારી રીતે કરવામાં આવશે. મેડિકલ ફેસિલિટીઝ, હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ વગેરેની સુવિધા આપવાની પણ યોજના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube