નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવારે મળેલી બેઠકમાં ઈ-સિગારેટ(e-Sigaratte) પર દેશભરમાં પ્રતિબંધ(Ban) મુકવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે એક પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, "હવેથી દેશમાં ઈ-સિગારેટનું ઉત્પાદન, નિર્માણ, આયાત/નિકાસ, પરિવહન, વેચાણ, સંગ્રહ અને જાહેરાત કરી શકાશે નહીં." 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય મંત્રાલયે લોકોનાં સ્વાસ્થ્ય પર ઈ-સિગારેટની આડઅસરોને જોતાં ઈ-સિગારેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. આ ઉપરાંત, તાજેતરમાં જ યોજાયેલી ડ્રગ કન્સલ્ટેટિવ સમિતિની મીટિંગમાં ઈ-સિગારેટ અને તેના જેવા અન્ય અનેક પ્રકારના ડિવાઈસને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940(DCA)ની ધારા 3(b) અંતર્ગત ડ્રગ જાહેર કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી.


કેન્દ્ર સરકારે પ્રતિબંધની સાથે જ સજાની જોગવાઈ પણ કરી છે. નવા નિર્ણય મુજબ પ્રથમ વખત ઈ-સિગારેટ અને ઈ-હુક્કાનો ઉપયોગ કરતાં પકડાય તો રૂ.1 લાખનો દંડ થશે અને 1 વર્ષની સજાની જોગવાઈ છે. જો બીજી વખત ઈ-સિગારેટ કે ઈ-હુક્કામાં પકડાય તો રૂ.5 લાખનો દંડ અને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.


ભારતીય સેનાના અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવી પાકિસ્તાન ચલાવી રહ્યું છે પ્રોપગેન્ડા


જોકે, સિગારેટ અને એન્ય તમાકુ ઉત્પાદન એક્ટ અંતર્ગત સરકાર આવી પ્રોડક્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકે નહીં, પરંતુ માત્ર તેના પર નિયંત્રણ લાદી શકે છે. સરકારે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે અનેક પ્રકારના કાયદાકીય ફેરફાર કરવા પડશે, જેનથી ઈ-સિગારેટ પર પ્રતિબંધ લગાવી શકાય. 


ભારતના 12 રાજ્યોમાં પહેલાથી જ ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (E-cigarette) પર પ્રતિબંધ મૂકાયો છે, આ 12 રાજ્યોમાં પંજાબ રાજ્ય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઝારખંડનો સમાવેશ થાય છે.


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....