Cabinet Meeting: બુધવારે મોદી કેબિનેટની બેઠક, કિસાનોના મુદ્દે લેવાય શકે છે મહત્વનો નિર્ણય
Cabinet Meeting: બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ઘઉંની એમએસપી વધારવા પર નિર્ણય લેવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ Cabinet Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ઘઉં અને અન્ય પાકો પર એમએસપી વધારવાને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. પીએમ મોદીના આવાસ પર યોજાનારી બેઠકમાં ટેલિકોમ અને ટેક્સટાઇલ સેક્ટર માટે રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
મહત્વનું છે કે કિસાનોનું 9 મહિના કરતા વધુ સમયથી દિલ્હીની સરહદો પર આંદોલન ચાલી રહ્યું છે. એટલું જ નહીં હાલમાં કિસાન સંગઠનોએ પોતાના આંદોલનને ઉગ્ર બનાવ્યું છે. આજે કિસાન સંગઠનોએ હરિયાણાના કરનાલમાં મહાપંચાયત બાદ મિની સચિવાલય સુધી માર્ચ કાઢી હતી.
ત્યારબાદ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરી કહ્યુ- અમે કિસાન સાથીઓ સહિત લઘુ સચિવાલય કરનાલ પહોંચી ચુક્યા છીએ, પોલીસે અટકાયત જરૂર કરી હતી પરંતુ યુવાનોના જોશની આગળ પોલીસે તેમને છોડવા પડ્યા. કિસાન સાથીઓની સાથે સચિવાલય પર ઉપસ્થિત છું લડાઈ જારી રહેશે.
આ પણ વાંચોઃ મંદિરના નામની સંપત્તિના માલિક માત્ર ભગવાન, પૂજારી નહીંઃ Supreme Court
મહત્વનું છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંપણ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કિસાન નેતાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી હતી. કિસાન સંગઠનોનું કહેવું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કૃષિ કાયદા પરત લેવા માટે દબાવ બનાવવામાં આવશે. ભાજપ વિરુદ્ધ મોટી સભાઓનું આયોજન કરવામાં આવશે.
આંદોલનકારી કિસાન ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે સરકાર ત્રણ કૃષિ કાયદાને પરત લે અને એમએસપી પર કાયદો બનાવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube