નવી દિલ્હીઃ National Mission On Edible Oils: મોદી કેબિનેટે ખાદ્ય તેલોની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે 11,040 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલ પામ મિશન (NMEO-OP) ને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, રાષ્ટ્રીય મિશન હેઠળ પામ તેલની ખેતી કરનારા માટે જરૂરી સામાનની સહાયતાને બમણી કરી 29 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર કરવામાં આવી છે. 


તેમણે કહ્યું તે તેલ પામની ખેતી માટે વૃક્ષારોપણ માટે જરૂરી સામાનની કમી દૂર કરવા માટે સરકાર 15 હેક્ટર માટે 100 લાખ રૂપિયા સુધીની સહાયતા ઉપલબ્ધ કરાવશે. તોમરે કહ્યું કે, ઉત્પાદક ખેડૂતોને ભાવનું આશ્વાસન આપવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube