ગાઝીયાબાદ : કેન્દ્રમાં મોદી સરકાર 2.0 (Modi Government 2.0) નાં 100 દિવસ રવિવારે પુર્ણ થઇ ચુક્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર થાક્યા વગર કામ કરી રહી છે. રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના બીજા કાર્યકાળનાં 100 દિવસમાં અવિશ્સનીય રીતે થાક્યા વગર કામ કર્યા વગર ગયા છે. ગાઝીયાબાદમાં રાષ્ટ્રીય યુવા સમ્મેલનમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આ 100 દિવસોમાં અમે એક દિવસ પણ આરામ નથી કર્યો. 100 દિવસમાં સરકાર દ્વારા અવિશ્વસનીય કાર્ય કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM યોગી સહિત સમગ્ર મંત્રીમંડળ IIM માં વિદ્યાર્થી બન્યા, ક્લાસમાં શીખ્યા મેનેજમેન્ટનાં પાઠ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારનાં 100 દિવસમાં પુર્ણ થવા અંગે હરિયાણાનાં રોહતકમાં એક રેલી દરમિયાન કહ્યું કે, તેઓ 100 દિવસ વિકાસ અને વિશ્વાસ અને દેશમાં મોટા મોટા પરિવર્તનોનાં રહ્યા છે. આ 100  દિવસ નિર્ણય, નિષ્ઠા, નેક નિયત, જનસંકલ્પ, જનસિદ્ધિઓ અને જનહિતમાં સુધારાનાં રહ્યા છે. 


પશ્ચિમ બંગાળમાં 12 કલાકમાં મોબ લિન્ચિંગની 3 ઘટના, 9થી વધારે લોકો ઘાયલ
મોદી સરકારના 100 દિવસ: જાવડેકરે કહ્યું 100 દિવસમાં ઝડપી નિર્ણયો લેવાયા
મોદી સરકારે પોતાનાં બીજા કાર્યકાળમાં જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કરી દીધું છે. કાશ્મીરમાં 70 વર્ષનો પક્ષપાત આ જ 100 દિવસમાં ખતમ કરવામાં આવ્યું. આ 100 દિવસમાં હિન્દુસ્તાનનાં પરાક્રમથી પાકિસ્તાન પસ્ત થઇ ચુક્યું છે. મોદીની સેંચુરીથી કાશ્મીર અંગે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન બોલ્ડ થઇ થઇ ચુક્યા છે. 370 હટ્યા બાદ પાકિસ્તાન સંપુર્ણ રીતે ગિન્નાયેલા છે. આખા વિશ્વમાં પાકિસ્તાને કાશ્મીરનું રોવું રોવા લાગ્યા પરંતુ કોઇએ તેનો સાથ નહોતો આપ્યો.