નવી દિલ્હીઃ આધાર કાર્ડને પાન કાર્ડ (PAN AADHAAR Card Link) સાથે જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. પહેલાં તેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, જેને વધારીને 30 જૂન કરી દેવામાં આવી છે. આધાર કાર્ડ (Aadhar Card)અને પાન કાર્ડ (PAN Card)ને એક બીજા સાથે લિંક કરવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો પાન આધાર લિંક નિર્ધારિત સમય સુધી લિંક કરવામાં ન આવે તો દંડ ભરવો પડી શકે છે. આ વચ્ચે સમાચાર છે કે આધારને વોટર આઈડી સાથે જોડાવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. તેને લઈને હવે સરકારે જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું કે આધાર અને વોટર આઈડી કાર્ડને જોડવાની પ્રક્રિયા શરૂ થશે કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ રાજ્યસભામાં તેને લઈને જાણકારી આપી છે. કાયદા મંત્રીએ જણાવ્યુ કે વોટર આઈડી એટલે કે મતદાતા ઓળખ પત્રને આધાર સંખ્યા સાથે જોડવાના કાર્યનો હજુ સુધી પ્રારંભ થયો નથી. હા, તે જરૂર છે કે સ્વેચ્છાથી આધારને વોટર આઈડી સાથે જોડી શકાય છે. કિરણ રિરિજૂએ એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભામાં આ જાણકારી આપી છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજિજુએ કહ્યું કે મતદાર આઈડી કાર્ડ સાથે આધાર સબમિશન સ્વૈચ્છિક છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1 ઓગસ્ટ, 2022થી સ્વૈચ્છિક ધોરણે વર્તમાન અને સંભવિત મતદારોના આધાર નંબર એકત્રિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે.


આ પણ વાંચોઃ Coronavirus ને લઈને એલર્ટ મોદી સરકાર, રાજ્યો સાથે બેઠક કરશે મનસુખ માંડવિયા


રિજિજુએ કહ્યું કે મતદાર આઈડી કાર્ડ સાથે આધાર નંબર સબમિટ કરવું સ્વૈચ્છિક છે અને આધાર કાર્ડ માટે મતદારો પાસેથી સંમતિ મેળવવામાં આવે છે. તેમણે કહ્યું કે આધારને મતદાર ઓળખ કાર્ડ સાથે લિંક કરવા માટે કોઈ લક્ષ્ય અથવા સમયમર્યાદા આપવામાં આવી નથી અને આધાર નંબર સબમિટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube