Black Fungus: દેશમાં મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધી 40,845 કેસ, બીમારીથી 3129 લોકોના મૃત્યુઃ હર્ષવર્ધન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે બ્લેક ફંગસથી સંક્રમિત થનારામાં 85.5 ટકા એટલે કે 34940 લોકોને કોરોના થયો હતો, 64.11 ટકા એટલે કે 28187 ડાયાબિટીસથી પીડિત હતા.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સોમવારે કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસના 40,845 કેસ સામે આવ્યા છે અને તેમાંથી 31,344 કેસ પ્રકૃતિમાં રાઇનોસેરેબ્રેલ છે. રાઇનોસેરેબ્રેલ મ્યુકોરમાઇકોસિસ સાઇનસ, નાકની નલી, મોઢુ અને મસ્તિષ્કમાં ફંગસને કારણે દુર્લભ પ્રકારનું સંક્રમણ છે. કોવિડ-19 પર ઉચ્ચ સ્તરીય મંત્રી સમૂહની 29મી બેઠકમાં હર્ષવર્ધને સભ્યોને જણાવ્યું કે, બીમારીથી અત્યાર સુધી 3129 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે બ્લેક ફંગસથી સંક્રમિત થનારામાં 85.5 ટકા એટલે કે 34940 લોકોને કોરોના થયો હતો, 64.11 ટકા એટલે કે 28187 ડાયાબિટીસથી પીડિત હતા અને 21,523 એટલે કે 52.69 ટકા લોકોને સંક્રમણ દરમિયાન સ્ટેરોયડ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ 30 જૂને PM મોદીએ બોલાવી મંત્રી પરિષદની બેઠક, બધા મંત્રી થશે સામેલ
હર્ષવર્ધને જણાવ્યુ કે, મ્યુકોરમાઇકોસિસથી સંક્રમિત કુલ દર્દીઓમાં 13083 એટલે કે 32 ટકા 18-45 વર્ષના ઉંમરના છે. 45-60 વર્ષ ઉંમર વર્ગના 42 ટકા એટલે કે 17464 દર્દી હતા અને 60 વર્ષથી વધુ ઉંમરના સંક્રમિતોની સંખ્યા 10082 એટલે કે 24 ટકા હતા.
તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી સત્તાવાર નિવેદન પ્રમાણે 24 કલાકમાં કોરોનાના 46,148 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમણથી એક દિવસમાં 979 લોકોના મોત થયા છે. તેનાથી મૃત્યુઆંકની સંખ્યા વધી 3,96,730 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી કોવિડ-19 વિરોધી રસીના 32.36 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
આ પણ વાંચોઃ Corona: મુંબઈમાં 50 ટકાથી વધુ બાળકોમાં કોરોનાની એન્ટીબોડી હાજર, સીરો સર્વેમાં સામે આવી માહિતી
આ વચ્ચે કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાનમાં ગતિ આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે લોકોને અત્યાર સુધી આપવામાં આવેલા કોરોના વેક્સિનના ડોઝ પ્રમાણે ભારત અમેરિકાથી આગળ નિકળી ગયું છે. ભારતમાં અત્યાર સુધી લોકોને 32.36 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. તો 14 ડિસેમ્બર 2020થી રસીકરણ શરૂ કરનાર અમેરિકામાં 32.33 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube