Bijapur Naxal Attack બાદ Amit Shah એ રદ્દ કર્યો અસમ પ્રવાસ, દિલ્હીમાં કરશે સમીક્ષા બેઠક
Chhattisgarh Naxal Attack: છત્તીસગઢ નક્સલી હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહે અસમનો પ્રવાસ રદ્દ કર્યો છે. અમિત શાહે અસમમાં બે રેલીઓ કરવાની હતી પરંતુ તેઓ દિલ્હી પરત ફરી રહ્યા છે.
નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા-બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા (Chhattisgarh Naxal Attack) બાદ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) નો અસમ પ્રવાસ રદ્દ થઈ ગયો છે. આ નક્સલી હુમલામાં સુરક્ષાદળોના 22 જવાન શહીદ થઈ ગયા છે. એનકાઉન્ટરમાં 9 નક્સલીના મોત થયા છે.
બે ચૂંટણી સભા રદ્દ
ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ની અસમમાં બે રેલીઓ પ્રસ્તાવિત હતી પરંતુ નક્સલી હુમલા (Naxal Attack) ને કારણે બન્ને રેલીઓ રદ્દ થઈ ગઈ છે. તેમણે કહ્યું, હજુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બન્ને તરફ નુકસાનથયું છે. જવાનોના પરિવારને નમન કરુ છું. જવાનોની શહીદી બેકાર જશે નહીં. ગૃહ મંત્રીએ કહ્યુ, મારે હજુ અસમમાં બે રેલીઓ કરવાની હતી પરંતુ છત્તીસગઢ હુમલા બાદ હું મારો પ્રવાસ રદ્દ કરી રહ્યો છું. હું દિલ્હી પરત આવી રહ્યો છું. ડીજીપીને સ્થળ પર જવાનું કહ્યું છે અને સીએમ સાથે વાત કરી છે.
આ પણ વાંચોઃ દોરનાગુડા-ટેકલગુડાની પહાડીઓ વચ્ચે નક્સલીઓ અને જવાનો વચ્ચે અથડામણ, જાણો સંપૂર્ણ વિગતો
સીએમ બધેલ સાથે કરી વાત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોના 22 જવાનો શહીદ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સાથે રવિવારે વાત કરી અને સ્થિતિની માહિતી મેળવી હતી. શાહે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) ના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહને સ્થિતિનું નિરીક્ષણ કરવા છત્તીસગઢ જવાનું કહ્યું છે.
નક્સલીઓએ હાજરી દેખાડવા કરી હિંસા
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદો વચ્ચે એક જંગલમાં નક્સલીઓની સાથે શનિવારે થયેલી અથડામણમાં 22 જવાન શહીદ થયા છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે, અમિત શાહે સીએમ સાથે વાત કરી છે. બધેલે શાહને અથડામણની જાણકારી આપતા કહ્યુ કે, નક્સલીઓએ માત્ર પોતાની હાજરી દેખાડવા માટે હિંસા કરી છે કારણ કે લોકોનો માઓવાદી વિચારધારાથી મોહભંગ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ રસ્તો ભૂલેલા 8 વર્ષના પાકિસ્તાની બાળકને BSFએ ભોજન કરાવી પરત મોકલ્યો
શહીદોને નમન
આ પહેલા અમિત શાહે ટ્વીટ કર્યુ, હું છત્તીસગઢમાં નક્સલીઓ સામે લડતા શહીદ થયેલા અમારા વીર સુરક્ષાકર્મીઓના બલિદાનને નમન કરુ છું. રાષ્ટ્ર તેના શૌર્યને ક્યારેય ભૂલશે નહીં. હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. અમે શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો (નક્સલીઓ) વિરુદ્ધ પોતાની લડાઈ જારી રાખીશું. ઈજાગ્રસ્તોને જલદી સાજા થવાની કામના કરુ છું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube