દિલ્હીઃ શાહે કહ્યું- EVMનું બટન એટલા ગુસ્સા સાથે દબાવો કે કરંટ શાહીન બાગની અંદર લાગે
દિલ્હી ચૂંટણીને લઈને એક જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, ઈવીએમનું બટન એટલા ગુસ્સાની સાથે દબાવો કે બટન અહીં બાબરપુરમાં દબાય કરંટ શાહીન બાગની અંદર લાગે.
દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2020) માટે પ્રચાર કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit shah)એ આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યાં હતા. બાબરપુરમાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ કરનાર પર પણ નિશાન સાધ્યું હતું.
અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએએ લઈને આવ્યા પરંતુ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની તેનો વિરોધ કરી રહી છે. દિલ્હીમાં તોફાનો કરાવ્યા, લોકોને ભડકાવ્યા, ગેરમાર્ગે દોર્યા, બસો સળગાવી, લોકોની ગાડીઓમાં આગ લગાવી. આ લોકો ફરીથી આવ્યા તો દિલ્હી સુરક્ષિત રહી શકશે નહીં. તેમણે કહ્યું કે, ઈવીએમનું બટન એટલા ગુસ્સાની સાથે દબાવો કે બટન અહીં બાબમપુરમાં દબાય કરંટ શાહીન બાગની અંદર લાગે.
યુરોપિયન સંસદમાં લાવવામાં આવ્યો CAA વિરુદ્ધ પ્રસ્તાવ, ભારતે કહ્યું- અમારો આંતરિક મામલો
દિલ્હીની જનતાને મતની અપીલ કરતા કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું, ખોટા વચનો કરનારા દિલ્હીમાં પરિવર્તન ન લાવી શકે. નરેન્દ્ર મોદીએ દેશમાં પરિવર્તન લાગ્યું છે, હવે તેઓ દિલ્હીમાં પરિવર્તન લાવશે, તમે તેને એક તક આપો. તમે મોદીજીને 2014 અને 2019માં તક આપી. આજે દેશ આગળ વધી રહ્યો છે, દેશ સુરક્ષિત થયો છે, વિશ્વમાં ભારતનું સન્માન વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરાવી હતી. કેજરીવાલ અને રાહુલ બાબાને તેનાથી પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તે લોકો પૂરાવા માગવા લાગ્યા હતા. તેને પૂરાવા જોઈએ તો પાકિસ્તાનની ટીવી ચેનલ જોઈલે. પૂરાવા મળી જશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube