નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી કેન્દ્ર સરકાર સતત ઘણી યોજનાઓને ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ બીજી તરફ આતંકી ઘટનાઓ પણ સતત જારી છે. આ વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિકાસ કાર્યોને લઈને ગૃહ મંત્રાલયે એક બેઠક બોલાવી છે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ મહત્વના અધિકારીઓ સામેલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપરાજ્યપાલ અને એનએસએ પણ રહ્યાં હાજર
જાણવા મળ્યું કે, દિલ્હીમાં બોલાવવામાં આવેલી આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસ કાર્યોને લઈને ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં ગૃહમંત્રાલયના અધિકારીઓ, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ, ચીફ સેક્રેટરી, ચીફ ઓફ આર્મી સ્ટાફ અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોવાલ સામેલ થયા હતા. બેઠકમાં જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ હતી. 


આ પણ વાંચોઃ PM આજે થાણે અને દિવાને જોડતી રેલવે લાઇન દેશને સમર્પિત કરશે, ખર્ચ થયા 620 કરોડ રૂપિયા


આતંકી સતત કરી રહ્યાં છે હુમલા
મહત્વનું છે કે ભલે કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીરમાં વિકાસની વાત કરવામાં આવી રહી હોય, પરંતુ આતંકી હુમલાની ઘટના ઓછી થઈ રહી નથી. અહીં ગમે ત્યારે ગોળીબારના સમાચાર આવતા રહે છે. આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ શ્રીનગરના ખ્વાજા બજાર વિસ્તારમાં આતંકીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો, જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓ પ્રમાણે નૌહટ્ટા વિલ્તારની ખ્વાજા બજારમાં તૈનિત પોલીસકર્મી પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ત્યારબાદ આતંકીની શોધખોળ કરવામાં આવી રહી છે. 


આ પહેલાં ગુરૂવાર 17 ફેબ્રુઆરીએ પણ આતંકીઓએ સીઆરપીએફના એક વાહન પર હુમલો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના એક વાહન પર ગ્રેનેડ ફેંક્યું, પરંતુ તેમાં કોઈ જવાન ઈજાગ્રસ્ત થયો નહીં. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકીઓએ સાંજે આશરે 7.30 કલાકે શોપિયાંના કીગામમાં વાહન પર ગ્રેનેડ ફેંક્યુ હતું. અધિકારીઓએ કહ્યું કે, આ ઘટનામાં વાહનને સામાન્ય નુકસાન થયું છે, પરંતુ કોઈ ઘાયલ થયું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube