નવી દિલ્હી: ભારતીય રેલ્વે (Indian Railways) માતા વૈષ્ણો દેવીના ભક્તોને આજે મોટી ભેટ આપવા જઇ રહી છે. દેશમાં સૌથી સુંદર સુવિધાઓથી સજ્જ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને નવી દિલ્હીથી કટરા માતા વૈષ્ણોદેવી રૂટની શરૂઆત થઇ રહી છે. હવે થોડી વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી માતા વૈષ્ણોદેવીના દરબાર જનાર વંદેભારત અક્સપ્રેસને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેન માતાના પાવન નવરાત્રીમાં અષ્ટમી એટલે કે 5 ઓક્ટોબરથી શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા પર જતા તિત્ર યાત્રિઓ માટે શરૂ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બિહારમાં આજે ફરીથી ભારે વરસાદની સંભાવના, તમામ સ્કૂલો દુર્ગા પૂજા સુધી બંધ


રેલ મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) રવિવારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે, નવી દિલ્હી-કટરાની વચ્ચે વંદેભારત એક્સપ્રેસ (New Delhi to Katra Vande Bharat Express) 5 ઓક્ટોબરથી દોડાવવામાં આવશે. આ ટ્રેન નવી દિલ્હીથી સવારે 6 વાગ્યે રવાના થશે અને બપોર 2 વાગ્યે કટરા પહોંચશે. કટરાથી બપોર 3 વાગ્યે ઉપડશે અને રાત્રે 11 વાગ્યે દિલ્હી પહોંચશે. 5 ઓક્ટોબરથી યાત્રી તેમાં મુસાફરીનો આનંદ લઇ શકે છે. બુકિંગ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.


આ પણ વાંચો:- VIDEO : પૂર પીડિતોના ખબર પુછવા પહોંચ્યા હતા સાંસદ રામકૃપાલ યાદવ, હોડી પલટી


કટરાથી દિલ્હી જતી વંદેભારત એક્સપ્રેસનું ભાડૂ આ પ્રમાણે હશે
એસી ચેર કારની ટિકિટ 1570 રૂપિયા (બેઝ ભાડુ 1116 રૂપિયા + રિઝર્વેશન ચાર્જ 40 રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 45 રૂપિયા + કુલ જીએસટી 61 રૂપિયા + કેટરિંગ ચાર્જ 364 રૂપિયા) હશે. આ પ્રકારે એગ્ઝક્યૂટિવ ચેર કાર ટિકિટની કિંમત 2965 રૂપિયા (બેઝ ભાડૂ 2337 રૂપિયા + રિઝર્વેશન ચાર્જ 60 રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 75 રૂપિયા + કુલ જીએસટી 124 રૂપિયા + કેટરિંગ ચાર્જ 369 રૂપિયા) વસૂલવામાં આવશે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...