નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) એ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા થોડા દિવસથી કોરોના (Corona cases) કેસ વધ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને ગૃહ સચિવ અજય ભલ્લા પણ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયના અધિકારીએ એક નિવેદનમાં કહ્યુ કે, ગૃહ મંત્રીએ દેશમાં કોરોના વાયરસ (Corona virus) ની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ, ખાસ કરીને તે રાજ્યોમાં જ્યાં હાલમાં નવા કેસમાં વધારો થયો છે. આ સાથે દેશમાં કોરોના રસીકરણની સ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કોવિડ-19 કેસમાં અચાનક વધારો જોવા મળ્યો છે. 


આપઘાત પહેલા સાંસદે લખી 6 પાનાની સ્યુસાઇડ નોટ, 40 લોકોના નામ સામેલ  


સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) પ્રમાણે ચાર રાજ્ય લક્ષદીપ, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 75 ટકાથી વધુ ફ્રંટલાઇન વર્કર્સ અને સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણ બાદ અત્યાર સુધી કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. તો વેક્સિન લીધા બાદ કોઈ વ્યક્તિના મૃત્યુ પણ થયા નથી. 


દેશમાં કોરોનાના 14 હજાર 199 નવા કેસ
દેશમાં કોરોનાના 14 હજાર 199 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ આવવાથી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1.10 કરોડથી વધુ થઈ ગઈ છે. તો સતત પાંચમાં દિવસે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ. સોમવારે સવારે આઠ કલાકે જાહેર થયેલા અપડેટ પ્રમાણે નવા કેસ બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1 કરોડ 10 લાખ 5 હજાર 850 થઈ ગઈ છે. તો વધુ 83 દર્દીઓના મૃત્યુ બાદ દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1 લાખ 56 હજાર લોકોના મૃત્યુ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube