નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે (Amit shah) નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે, જેટલો વિરોધ કરવો હોય એટલો કરો, અમે બધા નાગરિકોને નાગરિકતા આપીને જ રહીશું. ભારત પર જેટલો અધિકાર મારો અને તમારો છે, એટલો જ અધિકાર પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનો પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે મધ્યપ્રદેશના જબલપુરમાં એક રેલીને સંબોધિત કરતા રવિવારે આ વાત કરી હતી. તેમણે કહ્યું, 'આજે કોંગ્રેસી દેશભરમાં સીએએનો વિરોધ કરી રહ્યાં છે. જે મહાત્મા ગાંધીએ કહ્યું હતું, રાહુલ ગાંધી તમે મહાત્મા ગાંધીનું પણ નહીં સાંભળો. મહાત્મા ગાંધીને તો તમે ક્યારના છોડી દીધા છે.'


તેમણે કહ્યું, 'કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે, જેટલો વિરોધ કરવો હોય એટલો કરો, અમે બધા નાગરિકોને નાગરિકતા આપીને જ રહીશું. ભારત પર જેટલો અધિકાર મારો અને તમારો છે, એટલો જ અધિકાર પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનો પણ છે. 
તેઓ ભારતના પુત્ર-પુત્રી છે, તે અમારા ભાઈ છે.'


CAA: લેફ્ટના પ્રદર્શનની અસર, મમતા બેનર્જી પીએમ મોદીના કાર્યક્રમથી રહ્યાં દૂર


અમિત શાહે જણાવ્યું કે, 2 જુલાઈ 1947ના મહાત્મા ગાંધી જીએ કહ્યું હતું કે, જે લોકોને પાકિસ્તાનથી ભગાડવામાં આવ્યા, જે પાકિસ્તાનમાં રહી ગયા હતા તેને ખ્યાલ હોવો જોઈએ કે તે ભારતના નાગરિક હતા, જ્યારે પણ ભારત આવવા ઈચ્છે ભારત તેને નાગરિકતા આપશે. 


અલ્પસંખ્યકોને ઉશકેરવામાં આવી રહ્યાં છે
દેશમાં સીએએ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર અમિત શાહે કહ્યું કે, દેશના અલ્પસંખ્યકોને ઉશકેરવામાં આવી રહ્યાં છે કે તમારી નાગરિકતા જતી રહેશે. હું દેશના અલ્પસંખ્યકો ભાઈઓ-બહેનોને કહેવા આવ્યો છું કે સીએએને વાંચી લો, તેમાં ક્યાંય પણ કોઈની નાગરિકતા જવાની કોઈ જોગવાઈ નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય મહત્વના સમાચાર