કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીરભૂમમાં મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે 2024માં પશ્ચિમ બંગાળમાં ભાજપને 35 સીટો જીતાડો. આ પછી રામ નવમીની શોભાયાત્રા પર હુમલો કરવાની કોઈની હિંમત નહીં થાય. શાહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મમતા સરકારની તુષ્ટિકરણ નીતિના કારણે સરઘસ પર હુમલો કરવામાં આવ્યો હતો. અમિત શાહે કહ્યું કે દીદીના શાસનમાં પશ્ચિમ બંગાળ વિસ્ફોટોનું કેન્દ્ર બની ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીરભૂમમાં એક વિશાળ રેલીને સંબોધતા શાહે કહ્યું, '2024માં અમને 35 સીટો આપો. હું કહું છું કે 25ની જરૂર નહીં પડે અને મમતા બેનર્જીની સરકાર 25 પહેલાં પડી જશે. બંગાળમાં એક વાર કમળ ખીલવો, બોમ્બ વિસ્ફોટ નહીં થાય, રામ નવમી પર હુમલા નહીં થાય, અત્યાચાર નહીં થાય, ઘૂસણખોરી નહીં થાય અને ગાયની તસ્કરી નહીં થાય. હમણાં જ, રિસદા અને હાવડામાં રામ નવમીના સરઘસ પર હુમલો કરવામાં આવ્યો. અમિત શાહે કહ્યું કે મારે પૂછવું છે કે બંગાળમાં રામનવમીની શોભાયાત્રા યોજવી જોઈએ કે નહીં? 


બંગાળમાં રામનવમીનું સરઘસ શાંતિપૂર્ણ રીતે ન નીકળે તો કેવી રીતે નીકળશે? તૃણમૂલ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિને પગલે હિંમત વધી છે. હું તમને ખાતરી આપું છું કે બંગાળની લોકસભા ચૂંટણીમાં એકવાર મોદીજીને 35 સીટો આપો, અહીં ભાજપની સરકાર બનાવો. બંગાળમાં રામનવમીના સરઘસ પર હુમલો કરવાની કોઈની હિંમત નહીં થાય.


દારૂ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલને CBI નું તેડું, 16 એપ્રિલે થશે પૂછપરછ


પ્રોફેસર છોકરીને ગંદો કરતા ટચ, વિદ્યાર્થીનીએ કંટાળી આખરે ન ભરવાનું પગલું ભર્યું


ડૉ. ભીમરાવ આંબેડકરની આજે 132મી જન્મજયંતિ, જાણો કેટલીક ખાસ વાતો


દીદી રાજમાં બંગાળ વિસ્ફોટોનું કેન્દ્ર બન્યુંઃ શાહ


બીરભૂમમાં અમિત શાહની રેલી પહેલાં વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે અમિત શાહે મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું, 'દીદીના શાસનમાં બંગાળ બોમ્બ વિસ્ફોટોનું કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં NIAએ બીરભૂમમાં 80 હજારથી વધુ ડિટોનેટર અને એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યા છે. જો NIAએ તેને પકડ્યો ન હોત તો બ્લાસ્ટમાં કેટલા લોકોના મોત થયા હોત તે કોઈને ખબર નથી. મમતા બેનર્જીની સરકારે આઝાદીની ચળવળમાં મોટો ફાળો આપનાર બીરભૂમને આતંકનું કેન્દ્ર બનાવવાનું કામ કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube