ભગવાન રામે પણ કરી હતી રાજનીતિ પરંતુ તેમનો ઉદ્દેશ્ય રામરાજ્યની સ્થાપનાનો હતો: રાજનાથ સિંહ
એબીવીપીનાં કાર્યક્રમમાં રાજનાથે કહ્યું કે રામ અને કૃષ્ણએ પણ રાજનીતિ કરી હતી, રાજનીતિ કેવા હાથમાં છે તે પણ મહત્વનું છે
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે એબીવીપીનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે લખનઉ પહોંચ્યા. સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે સારા કામ કરવા માટે રાજનીતિ કરવામાં કંઇ પણ ખબાર નથી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, ભગવાન રામ અને કૃષ્ણએ પણ રાજનીતિ કરી હતી, જો કે તેમનો રાજનીતિક ઉદ્દેશ્ય રામરાજ્ય સ્થાપિત કરવાનો હતો. તેમણે યુવા શક્તિને પ્રેરિત કરતા કહ્યું કે, દેશનાં વિકાસ યુવાનો વગર વિચારવું પણ ભુલ ભરેલું હશે.
રાજનીતિ પ્રત્યે ધારણા બદલી
કેન્દ્રીયગૃહમંત્રીએ કહ્યું કે, હવે રાજનીતિ પ્રત્યેની ધારણા બદલી ગઇ છે. ભગવાન રામે રામરાજ્ય સ્થાપિત કરવા માટે રાજનીતિ કરી હતી. બીજી તરફ શ્રીકૃષ્ણએ ધર્મની જીત માટે રાજનીતિ કરી હતી. તેમણે કહ્યું કે, રાજનીતિ જેવા હાથોમાં જાય છે તેવી જ બની જાય છે. યોગ્ય રાજનીતિ, વ્યવસ્થાને યોગ્ય દિશામાં લઇ જાય છે.
યુવા શક્તિને કરી પ્રેરિત
કેન્દ્રીયગૃહમંત્રી રાજનાથ સિંહે યુવા શક્તિને પ્રેરિત કરતા કહ્યું કે, દેશનો વિકાસ યુવાનો વગર વિચારવું પણ ભુલ ભરેલું છે. તેમણે દેશનાં વધી રહેલ ઇકોનોમી અંગે કહ્યું કે, એક સમય તેવો પણ હતો જ્યારે અર્થશાસ્ત્રીઓ માનવા તૈયાર નહોતા કે ભારતનું અર્થતંત્ર એક મુકામ સુધી પહોંચી શકશે. જો કે સમય બદલાયો અને હવે દેશી ઇકોનોમી વિશ્વની સૌથી વધનારી ઇકોનોમી છે.
દેશની સંસકૃતીને આગળ વધારે યુવાનો
રાજનાથે સંબોધિત કરતા જણાવ્યું કે, યુવાનોને દેશની સંસ્કૃતી તથા પરમ્પરાઓને આગળ વધારવું જોઇએ. તેને દેશમાં 80-85 કરોડ વસ્તી યુવાનોની છે. યુવાનો આગળ વધે, ત્યારે દેશ આગળ વધશે. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે. યુવાનો તેને વધારે આગળ લઇ જઇ શકે છે. ત્યારે જ દેશ વિશ્વ ગુરૂ બનશે.