નવી દિલ્હી : રાજસ્થાનના અલવર જિલ્લામાં શુક્રવારે રાત્રે શંકાસ્પદ ગૌરક્ષકોએ 28 વર્ષીય એક વ્યક્તિની માર મારીને હત્યા કરી દીધી. આ અંગે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ ઘટનાની નિંદા કરી છે. આ ઘટનામાં કેટલાક ગ્રામીણોએ રકબર ખાન નામની વ્યક્તિની ગૌતસ્કર હોવાની શંકામાં પકડીને તેની ક્રુરતા પુર્વક માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થઇ ગયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની ચારે તરફ આલોચના થઇ રહી છે, જો કે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે આ અંતે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યુ, તેઓ આ ઘટનાની નિંદા કરે છે. પરંતુ આ એકમાત્ર ઘટના નથી. અમે તેના ઇતિહાસમાં જવું પડશે. આ શા માટે થઇ રહ્યું છે? કોણ તેને અટકાવશે ? 1984માં શિખ વિરોધી તોફાન ઇતિહાસનો સૌથી મોટુ મોબ લિંચિંગ હતું. સંસદીય કાર્ય રાજ્યમંત્રી અને જળ સંસાધન રાજ્યમંત્રી મેઘવાલે કહ્યું કે, જેમ જેમ મોદી લોકપ્રિય થતા જશે આ પ્રકારની ઘટનાઓ વધતી રહેશે. 



બિહારમાં ચૂંટણી સમયે એવોર્ડ પરત કરનારા લોકોની ગેંગ, ઉત્તરપ્રદેશ વિધાનસભા સમયે મોબ લિંચિંગ અને 2019માં કંઇક બીજુ થશે. મોદીજીએ યોજનાઓ આપી અને તેની અસર દેખાઇ રહી છે. આ તેમની એક પ્રતિક્રિયા છે. બીજી તરફ મુખ્યમંત્રી રાજેએ ટ્વીટ કર્યું, અલવર જિલ્લામાં ગૌવંશ લઇજઇ રહેલ વ્યક્તિની કથિત રીતે માર મારીને હત્યા કરવી નિંદનિય છે. ગુનાખોરોની વિરુદ્ધ કડકમાં કડક પગલા ઉઠાવવામાં આવશે. 



કેન્દ્રીય રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે, આ ઘટના નિંદનિય છે. અમારા સમાજ અને દેશમાં આ પ્રકારી ઘટનાઓ માટે કોઇ સ્થાન નથી.તે બધુ જ સ્પષ્ટ હોવું જોઇએ અને જે લોકો તેના માટે જવાબદાર તેમની વિરુદ્ધ ઝડપી અને ત્વરિત કાર્યવાહી થવી જોઇએ. અલવર લિંચિંગ અંગે પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. એવી કોઇ ગેરેન્ટી નથી કે અમે ફાંસીનો કાયદો બનાવ્યો છે તો કોઇ કાલથી મૃત્યુદંડનો ભાગી નહી બને, કોઇ હત્યા નહી થાય, પરંતુ અમે કડક કાયદો બનાવવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ.