કેન્દ્રીય મંત્રી અઠાવલેની રાહુલ ગાંધીને સલાહ, `અમે બે અમારા બે` કરવા છે તો લગ્ન કરી લેવા જોઈએ
રાહુલ ગાંધીએ કહ્યુ કે, વર્ષો પહેલા પરિવાર નિયોજનનો નારો હતો અમે બે અમારા બે. આજે શું થઈ રહ્યું છે. આ નારો બીજા સ્વરૂપમાં આવ્યો છે. આ દેશને ચાર લોકો ચલાવે છે. આજે આ નારો સરકારનો નારો છે અમે બે અમારા બે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના 'અમે બે અમારા બે'ના નિવેદન પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે (Ramdas Athavale) એ તેમને સલાહ આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, રાહુલ ગાંધી અમે બે અમારા બેનો નારો બોલી રહ્યા છે. તેથી અમે બે અમારા બે કરવા છે તો રાહુલ ગાંધીએ લગ્ન કરી લેવા જોઈએ અને દલિત યુવતી સાથે લગ્ન કરે છે તો મહાત્મા ગાંધીનું સપનુ પૂરુ થશે અને જાતિવાદ સમાપ્ત થશે.
મહત્વનું છે કે સંસદ સત્ર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul gandhi) એ લોકસભામાં કહ્યુ હતુ કે કૃષિ કાયદાના કન્ટેન્ટમાં APMC ખતમ કરવાની છે. બીજા કૃષિ કાયદાના કન્ટેન્ટમાં કોઈ પણ ઉદ્યોગપતિ ઈચ્છે એટલું અનાજ, ફળ, શાકભાજી સ્ટોર કરી શકે છે. સંગ્રહખોરીને પ્રોત્સાહન આપતો કાયદો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ત્રીજા કાયદાના કન્ટેન્ટમાં જ્યાં સુધી એક કિસાન હિન્દુસ્તાનના સૌથી મોટા ઉદ્યોગપતિની સામે શાક-અનાજ માટે સારા ભાવ માંગશે તો તેને કોર્ટમાં જવા દેવામાં આવશે નહીં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube