પટનાઃ જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના આસામને ભારતથી અલગ કરવાના ભડકાઉ નિવેદન પર રાજનીતિમાં ગરમી આવી ગઈ છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા બાદ હવે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે પણ શરજિલ પર હુમલો કર્યો છે. ગિરિરાજ સિંહે શરજિલને 'ગદ્દાર' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ ગદ્દારોની વાત સાંભળીને કેમ માનું કે તેનું લોહી સામેલ છે અહીંની માટ્ટીમાં?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિરિરાજ સિંહે કહ્યું, તે કહે છે કે બધાનું લોહી સામેલ છે અહીંની માટ્ટીમાં... કોઈના બાપનું હિન્દુસ્તાન થોડું છે. આ ગદ્દારોની વાત સાંભળીને કેમ માનું કે તેનું લોહી સામેલ છે, અહીંની માટ્ટીમાં? કહી રહ્યો છે કે આસામને કાપીને ભારતથી અલગ કરી દેશું. તે પહેલા 'આસામને ભારતથી અલગ કરી દેશું' વાળા વાયરલ વીડિયો પર ભાડપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિઓને શાહીન બાગનો ગણાવતા કહ્યું હતું કે, ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 


JNUના વિદ્યાર્થીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ, કહ્યું કે આસામને ભારતથી અલગ કરવું અમારી જવાબદારી


'ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે'
પાત્રાએ દાવો કર્યો કે શાહીન બાગમાં પ્રદર્શનના નામ પર ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પાત્રાએ કહ્યું, 'ત્યાં જાહેરમાં આગચાંપી, જાહેરમાં જેહાદનું આહવાન કરવામાં આવી રહ્યું છે. આસામને અલગ કરવાની વાત કરવામાં આવી રહી છે.' પત્રકાર પરિષદમાં પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી અને અરવિંજ કેજરીવાલનું શાહીન બાગને ખુલ્લુ સમર્થન છે. હવે ફરી બંન્નેએ બધાની સામે આવીને બોલવું જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...