નવી દિલ્હી: કોરોના યોદ્ધા પર હુમલાની ખબરે દેશને શર્મશાર કરી દીધો છે. કેટલાક નિહંગોએ ના માત્ર લોકડાઉનનું ઉલંઘન કર્યું છે, પરંતુ તેને રોકવા પર એક પોલીસકર્મીનો હાથ કાપી નાખ્યો હતો. આજે 12 એપ્રિલના સવારે આ ઘટના પટિયાલાના શાક માર્કેટમાં બની હતી. શહેરના સનૌર રોડ પર આ માર્કેટમાં આજે સવારે જે થયું, તેની કલ્પના કરવાથી પણ તમારા રુવાડા ઉભા થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રી. મંત્રી હરદીપ સિંહ પુરીએ રવિવારના સિખોના નિહંગ સંપ્રદાયના તે સભ્યોને કઠોર સજા આપવાની માગ કરી છે, જેમણે લોકડાઉનના નિયમોનું પાલન સુનિશ્ચિક કરી રહેલા પંજાબના એક પોલીસકર્મીનો હાથ કાપી નાખ્યો હતો.


પુરીએ કેટલાક નિહંગ સરદાર દ્વારા પંજાબના પટિયાલામાં બનેલી આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, દોષિઓને એવી કઠોર સજા આપવી જોઇએ કે, જેને ભવિષ્યમાં યાદ રાખવામાં આવે.


પ્રાપ્ત જાણકારી અનુસાર, પટિયાલામા નિહંગ સરદારોના સમૂહએ લોકડાઉન દરમિયાન અવરજવર કરવાના સંબંધી પરવાનગી પત્ર (કર્ફ્યૂ પાસ) માગનાર પોલીસ કર્મીનો તલવારથી હાથ કાપી દીધો અને અન્ય પોલીસ કર્મીને ઘાયલ કર્યો હતો.


આ ઘટનાની નિંદા કરતા આવાસ તેમજ શહેરી વિકાસ મંત્રી પુરીએ કહ્યું કે, આ પ્રકારના 'અપરાધી અને અસામાજીક તત્વો'ને કડકમાં કડક સજા ફટકારવી જોઇએ.


પૂરીએ ટ્વિટ કરી કહ્યું, પટિયાલામાં પોલીસ કર્મી પર હુનલાને કઠોર શબ્દોમાં નિંદા કરવી જોઇએ. આવા ગુનેગારો અને અસામાજિક તત્વોને ન્યાયની પ્રક્રિયાથી તાત્કાલીક પસાર કરવા જોઇએ. આ લોકોને કઠોર સજાના પાત્ર છે. હું ઘાયલ પોલીસકર્મીના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.


­­­લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube