મુંબઈ: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. શિવસેના ખુબ આક્રમક જોવા મળી રહી છે. નાસિકમાં નારાયણ રાણે વિરુદ્ધ કેસ દાખલ થયો છે. નાસિક પોલીસે ધરપકડના આદેશ આપ્યા છે અને વોરન્ટ બહાર પાડ્યું છે. 


નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે વિશે આપ્યું હતું આ નિવેદન
નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો તેઓ ત્યાં હોત તો તેમને (સીએમ) એક જોરદાર થપ્પડ મારત. કારણ કે મુખ્યમંત્રી 15 ઓગસ્ટના રોજ નાગરિકો માટે પોતાના સંબોધન દરમિયાન સ્વતંત્રતાના વર્ષને ભૂલી ગયા હતા. તેમણે કહ્યું હતું કે 'આ શરમજનક છે કે મુખ્યમંત્રીને સ્વતંત્રતાના વર્ષની ખબર નથી. તેઓ પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતાના વર્ષોની ગણતરી અંગે પૂછવા માટે પાછળ ઝૂકી ગયા. જો હું ત્યાં હોત તો હું તેમને એક જોરદાર થપ્પડ મારત.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube