નાગરિકતા સંશોધન કાયદો મુસલમાનો વિરુદ્ધ નથી, વિપક્ષ મુસ્લિમોને ડરાવે છે-નીતિન ગડકરી
મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુર શહેરમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં ઉતરેલા હજારો લોકોએ રવિવારે એક ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો. આરએસએસ (RSS) અને ભાજપ (BJP) તરફથી આયોજિત કરાયેલી આ ત્રિરંગા યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકોને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં ગડકરીએ કહ્યું કે અમારી પાર્ટી મુસલમાનો (Muslims) વિરુદ્ધ નથી. કેટલાક વિરોધ પક્ષો દેશમાં નાગરિકતા કાયદાને લઈને ડરનું રાજકારણ રમી રહ્યાં છે. ગડકરીએ લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર કાયદા સંબંધિત તથ્યોને શેર કરે. જેનાથી લોકોનો ભ્રમ દૂર થઈ શકે.
નાગપુર: મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુર શહેરમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં ઉતરેલા હજારો લોકોએ રવિવારે એક ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો. આરએસએસ (RSS) અને ભાજપ (BJP) તરફથી આયોજિત કરાયેલી આ ત્રિરંગા યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકોને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં ગડકરીએ કહ્યું કે અમારી પાર્ટી મુસલમાનો (Muslims) વિરુદ્ધ નથી. કેટલાક વિરોધ પક્ષો દેશમાં નાગરિકતા કાયદાને લઈને ડરનું રાજકારણ રમી રહ્યાં છે. ગડકરીએ લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર કાયદા સંબંધિત તથ્યોને શેર કરે. જેનાથી લોકોનો ભ્રમ દૂર થઈ શકે.
ગડકરીએ કહ્યું કે પાકિસ્તાન ઈસ્લામી રાષ્ટ્ર છે. બાંગ્લાદેશ ઈસ્લામિક રાષ્ટ્ર છે. સમગ્ર દુનિયામાં 100થી વધુ રાષ્ટ્ર છે જેમણે પોતાને ઈસ્લામી દેશો જાહેર કર્યા છે. બાબાસાહેબે કહ્યું હતું કે આ દેશોના મુસલમાનો પોતાનો દેશ છોડે તો તેમની પાસે 100 ઓપ્શન છે. હિન્દુઓ (Hindus) , શીખો, જૈન, ખ્રિસ્તિ, પારસીઓ પાસે કોઈ દેશ નથી.
ભાજપ મુસ્લિમ વિરુદ્ધ નથી
ગડકરીએ લોકોને સંબોધન કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મુસલમાનો વિરુદ્ધ નથી. કેટલાક વિરોધ પક્ષો દેશના મુસલમાનોમાં ડર પેદા કરીને રાજકારણ રમી રહ્યાં છે. પરંતુ નાગરિકતા કાયદો મુસલમાનો વિરુદ્ધ નથી. ગડકરીએ કહ્યું કે 1947માં આપણને આઝાદી મળી અને આઝાદી બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ બન્યું. ઈતિહાસમાં એ લખ્યું છે કે આઝાદી પહેલા જ્યારે ભારત અવિભાજ્ય હતું ત્યારે ભારતના તમામ ધર્મોના લોકો અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિત તમામ ભાગોમાં રહેતા હતાં. મહાત્મા ગાંધીએ આઝાદી સમયે ભારતને એક સેક્યુલર રાષ્ટ્ર બનાવવાની વાત કરી હતી.
મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ભારત આપશે શરણ
તે સમયે લોકોએ કહ્યું હતું કે ઈસ્લામી દેશ બનેલા પાકિસ્તાનમાં જો અલ્પસંખ્યકો પર અત્યાચાર થાય તો તેઓ ક્યાં જશે? તે સમયે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે પણ પાકિસ્તાનના લઘુમતીઓ (હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ)ને જરૂર પડશે તો ભારત તેમને શરણ આપશે. સાઉદી અરબથી લઈને એવા અનેક દેશો છે જેમણે પોતાને ઈસ્લામી રાષ્ટ્ર જાહેર કર્યા છે. આવામાં બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશોમાં જો મુસ્લિમો પર અત્યાચાર થાય તો તેઓ દુનિયાના અલગ અલગ દેશોમાં શરણ લઈ શકે છે. જ્યારે બૌદ્ધો, હિન્દુ, જૈન, પારસી જેવા લોકોને ભારત આશ્રય આપશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....