Corona Virus: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોનાથી સંક્રમિત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે. દરરોજ નવા કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. મહત્વનું છે કે, સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભાના મળીને 24 જેટલા સાંસદો કોરોનાથી સંક્રમિત થયા હતા.
નીતિન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યુ, કાલે મને નબળાઇ અનુભવાતી હતી, ત્યારબાદ મેં ડોક્ટરોની સલાહ લીધી. ચેકઅપ દરમિયાન મોરો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ હું બધાના આશીર્વાદ અને શુભકામનાઓને લીધે સ્વસ્થ છું. હું ખુદ આઈસોલેટ થઈ ગયો છું.