Bihar Politics: બિહારમાં NDAના પક્ષોની લોકસભા બેઠકોની ફાળવણી થતાં જ નવું ઘમાસાણ શરૂ થયું છે. બિહારમાં કાકા-ભત્રીજાની લડાઈમાં હવે કાકા નારાજ થયા છે. જી હાં, લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિકુમાર પારસે NDA ગઠબંધન સાથે છેડો ફાડ્યો છે. બિહારમાંથી લોકસભાની એકપણ બેઠકો ન મળતાં પશુપતિ પારસ નારાજ થયા છે. જોકે, હવે એવી ચર્ચા છેકે, પશુપતિ પારસ લાલુ યાદવના પક્ષનો સાથ આપીને વિપક્ષના ગઠબંધનમાં સામેલ થઈ શકે છે.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શબ્દો સાથે જ બિહારમાં રિસામણાં અને મનામણાંનો નવો દૌર શરૂ થયો છે. બિહારની રાજનીતિ ચૂંટણી સમયે રિસામણાં અને મનામણાંને લઈને કેન્દ્રમાં રહે છે. ક્યારેક ભત્રીજો રિંસાય છે તો ક્યારેક કાકા રિંસાય જાય છે. લોકસભા ચૂંટણી 2024માં એનડીએ એલાયન્સમાં પણ બધું સમુસૂતરું નથી. બિહાર એનડીએમાં સીટ વહેંચણીને લઈને લડાઈ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને એક પણ બેઠક ન મળવાથી નારાજ છે અને પત્રકાર પરિષદ કરીને કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપ્યું અને NDAનો સાથ છોડી દીધો છે.  લોકસભા ચૂંટણી 2024માં એનડીએમાંથી પારસને એક પણ બેઠક નહીં મળે તેવી ચર્ચા શરૂ થઈ ત્યારથી, પારસ જૂથે ગઠબંધનના તમામ દરવાજા ખુલ્લા રાખવાની વાત શરૂ કરી દીધી હતી.. 


ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી બબાલ પાછળ નમાઝ ઉપરાંત આ કારણ પણ હોઈ શકે?


સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પશાપતિ પારસ સતત આરજેડી નેતૃત્વના સંપર્કમાં છે. તેઓ લાલુ યાદવ અને તેજસ્વી યાદવ સાથે વાતચીત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આરએલજેપી ટૂંક સમયમાં ભારત ગઠબંધનમાં પ્રવેશની જાહેરાત કરી શકે છે. જોકે, ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવા અંગે મૌન સેવી રાખ્યું છે. પશુપતિકુમાર પારસે આ મામલે મૌન સેવી રાખ્યું છે. મહત્વની વાત એ છેકે, પશુપતિ પારસ NDAથી અલગ થતાં જ LJPના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. એટલું જ નહીં, બિહારમાં મુખ્ય વિપક્ષ RJDએ પણ ભાજપને સ્થાનિક પક્ષોને તોડનારી પાર્ટી કહી.. 


પશુપતિ પારસના રાજીનામાને લઈને ભાજપમાંથી પણ નિવેદન આવ્યું છે. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ કહ્યું કે, ભાજપ બધાને સાથે રાખીને ચાલનારો પક્ષ છે. સોમવારે NDAએ બિહાર માટે સીટ શેરિંગની જાહેરાત કરી છે.  જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીને 17,,જનતા દળ યુનાઈટેડને 16, ચિરાગ પાસવાનની એલજેપીઆરને 5 જ્યારે જીતનરામ માંઝીની એચએએમ અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમને એક-એક સીટ મળી છે. જ્યારે પશુપતિ પારસની આરએલજેપીને એક પણ બેઠક મળી નથી.


Photos: નીતા અંબાણીએ ઉતાર્યું છે 18 KG ઉતાર્યું, 60 વર્ષે પણ આટલા સુંદર અને ફિટ


લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીમાં ભાગલા પડી ગયા હતા. એલજેપીના છમાંથી પાંચ સાંસદો પારસ જૂથમાં જોડાયા હતા. એટલું જ નહીં પશુપતિ પારસને મોદી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી પણ ચિરાગ પાસવાન સક્રિય રહ્યા અને હવે એનડીએમાં સમીકરણો બદલાઈ ગયા છે.. જેનાથી નારાજ થઈને પારસે રાજીનામું આપી દીધું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube