Coal Shortage: કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યુ- દેશમાં કેમ થઈ કોલસાની કમી, વધારવામાં આવી રહ્યો છે સ્ટોક
સમાચાર એજન્સી એએનઆઈ સાથે એક વિશેષ વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વરસાદને કારણે કોલસાની કમી હતી.
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં કોલસા સંકટને કારણે વીજળીની સમસ્યા ઉભી થઈ છે. આ વચ્ચે કોલસા મંત્રી પ્રહ્લાદ જોશીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારે વરસાદને કારણે કોલચાની વચ્ચે થોડી કમી આવી હતી. આ કારણે કોલતાના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થયો હતો. ટ્રાન્સપોર્ટ કોલસા પર આધારિત પાવર પ્લાન્ટ 15થી 20 દિવસથી લગભગ બંધ થઈ ગયા હતા કે ખુબ ઓછું પ્રોડક્શન જનરેટ કરી રહ્યાં હતા. આ સાથે તેમણે કહ્યું કે, અમે કાલે 1.94 મિલિયન ટન કોલસો સપ્લાય કર્યો છે, ઈતિહાસમાં આ ઘરેલૂ કોલસાની સૌથી વધુ સપ્લાય છે. પહેલા જે 15થી 20 દિવસનો કોલસાનો સ્ટોક ઓછો થયો હતો પરંતુ કાલથી કોલસાનો સ્ટોક વધ્યો છે. મને વિશ્વાસ છે કે કોલસાનો સ્ટોક આવનારા દિવસમાં વધુ વધશે, ડરવાની જરૂર નથી.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે એક વિશેષ વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વરસાદને કારણે કોલસાની કમી હતી. જેથી આંતરરાષ્ટ્રીય કિંમતમાં વૃદ્ધિ થઈ હતી. 60 રૂપિયા પ્રતિ ટનથી 190 રૂપિયા પ્રતિ ટન સુધી કોલસામાં વૃદ્ધિ જોવા મળી હતી.
આ પહેલા સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નોર્થ બ્લોકમાં વીજળી મંત્રી આરકે સિંહ, કોલસા મંત્રી પ્રહ્લાદ જોશી અને બંને મંત્રાલયના મહત્વના અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.
આ પણ વાંચોઃ અમિત ખરે હશે PM મોદીના નવા સલાહકાર, નવી શિક્ષણ નીતિ લાગૂ કરવામાં રહી છે મહત્વની ભૂમિકા
કેન્દ્રીય ઉર્જા મંત્રી દ્વારા આશ્વાસન આપ્યાના એક દિવસ બાદ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી કે વીજળી પ્લાન્ટને કોલસાની આપૂર્તિનો સ્ટોક વપરાશથઈ વધી ગયો છે, તે કહેતા કે ઈંધણ સ્ટોકની સ્થિતિને ધીમે-ધીમે સુધારવામાં મદદ કરશે.
આ વચ્ચે મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે કહ્યુ કે, એક મંત્રીના રૂપમાં ગેરંટી આપી છું કે કોલસાના સંકટને કારણે રાજ્યમાં કોઈ લોડ શેડિંગ થશે નહીં. તેમણે કહ્યું કે કોલસાના સંકટ છતાં અમે અમારા નાગરિકોને વીજળીની આપૂર્તિ કરવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યમાં કોલસાની કમી બાદ પણ 27 વીજળી ઉત્પાદન એકમોમાંથી માત્ર 4 બંધ થયા છે.
મહત્વનું છે કે કેન્દ્ર સરકારે રાજ્યોની માલિકીવાળી કોલ ઈન્ડિયા લિમિટેડને દુર્ગા પૂજા સમયગાળા આસપાસ વીજળી ઉત્પાદકોને કોલસાની આપૂર્તિ વધારી 1.55-1.6 મિલિયન ટન પ્રતિદિન કરવા અને 20 ઓક્ટોબર બાદ તેને 1.7 મિલિયન ટન પ્રતિદિન કરવાનું કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોલસા મંત્રી પ્રહ્લાદ જોશીએ પહેલા કોલસાની કમીને કારણે વીજળી ગુલ થવાના આરોપોનો ઇનકાર કર્યો હતો. વીજળી મંત્રાલયે ભાર આપીને કહ્યું હતું કે આંતરીક મંત્રાલય ઉપ-સમૂહ સપ્તાહમાં બે વખત કોલસાના ભંડારની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube