નવી દિલ્હી : કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકરા પ્રસાદે રામ મંદિર કેસની સુનવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની માંગ કરી છે. તેમનું કહેવું છેકે જ્યારે સબરીમાલા મુદ્દે સુનવણી 6 મહિનામાં અને અર્બન નક્સલી કેસમાં બે મહિનામાં વિવાદ ઉકલી શકે છે તો રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ કેસ 70 વર્ષથી કેમ અટકેલો પડ્યો છે. તેમણે આ મુદ્દાની સુનવણી ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ જ કરવા માટેની અપીલ કરી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યાયમંત્રીએ અખિલ ભારતીય અધિવક્તા પરિષદનાં 15માં રાષ્ટ્રીય અધિવેશન ઉદ્ધાટન પ્રસંગે કહ્યું કે, રામ લલા મુદ્દે કોર્ટમાં સુનવણી કેમ નથી થઇ રહી તેનો મારી પાસે કોઇ જ ઉત્તર નથી. તેમણે વ્યક્તિગત્ત રીતે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે આ મુદ્દે સુનવણી ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ કરવામાં આવે જેથી ઝડપી આ અંગે ચુકાદો આવે. આ સમારંભમાં સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ એમ.આર શાહ અલ્હાબાદ હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ગોવિંદ માથૂર અને ન્યાય મુર્તિ એ.આર મસુદી પણ હાજર હતા. 

પ્રસાદે કહ્યું કે, મુસ્લિમ પક્ષને ક્યારે પણ તે બાબતનો વિરોધ નહોતો કે અયોધ્યા હિંદુઓ માટે પવિત્ર છે. તે પણ માને છે કે ત્યાં પ્રભુ રામનો જન્મ થયો હતો. હું સ્વિકારૂ છું કે અબીં બાબરની ઇબાદત ન થવી જોઇે. દેશનો સામાન્ય મુસ્લિમ ઇચ્છે છે કે હિંદુઓની ભાવનાને સન્માન મળે. પરંતુ કેટલાક લોકો આવુ નથી ઇચ્છતા કે ત્યાં રામ મંદિર બને. 

તેમણે કહ્યું કે, હું કાયદા મંત્રી હોવાની રૂએ નહી પરંતુ ભારતનો એક સામાન્ય નાગરિક હોવાની દ્રષ્ટીએ અપીલ કરુ છું કે આ મુદ્દે સુનવણી ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ કરવામાં આવે. આ મુદ્દે એટલા પુરાવા છેકે તે અંગે તંદુરસ્ત ચર્ચા થઇ શકે. તેમણે કહ્યું કે, જ્યારે એડલ્ટ્રી કાયદાની સુનવણી 6 મહિનામાં ,સબરીમાલા કેસ 5-6 મહિનામાં અને અર્બન નક્સલ કેસ બે મહિનામાં પુર્ણ થઇ શકે. જ્યારે આતંકવાદીઓને ફાંસી મુદ્દે મધરાતે કોર્ટ ખુલી શકે છે તો રામ જન્મભૂમિ અંગે ઝડપી સુનવણી શા માટે નથી થઇ રહી.