નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના અને ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મીડિયા પ્લેટફોર્મ્સ ભારતને અભિવ્યક્તિની આઝાદી અને પ્રજાતંત્રને લઈને લેક્ચર ન આપે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પૈસા કમાનાર એવી કંપનીઓ જો ભારતમાં પૈસા કરાવવા ઈચ્છે છે તો તેણે ભારતીય બંધારણ અને અહીંના કાયદાને માનવા પડશે. સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા સિમ્બાયોસિસ સુવર્ણ જયંતિ વ્યાખ્યાન સિરીઝ હેઠળ આયોજીત 'સોશિયલ મીડિયા અને સામાજિક સુરક્ષા તથા ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ રિફોર્મ: અપૂર્ણ એજન્ડા' વિષય પર વ્યાખ્યાન આપતા મંત્રીએ કહ્યુ કે, સૂચના ટેક્નોલોજી (આઈટી) દિશાનિર્દેશ સોશિયલ મીડિયાના ઉપયોગથી સંબંધિત નથી પરંતુ સોશિયલ મીડિયા મંચોના દુષ્પ્રયોગ અને ખોટા ઉપયોગને પહોંચી વળવા માટે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્નને સ્પષ્ટ રીતે કહ્યું કે, આ પાયાની જરૂરીયાત છે. હું ફરી પુનરાવર્તિત કરૂ છું કે નફો કમાનારી આવી કંપનીઓ જે અમેરિકામાં બેઠી છે તેણે ભારતને અભિવ્યક્તિની આઝાદી અને પ્રજાતંત્ર પર ભાષણ આપવાની જરૂર નથી. ભારતમાં આઝાદીની સાથે નિષ્પક્ષ ચૂંટણી થાય છે. અમારે ત્યાં ન્યાયાલય સ્વતંત્ર છે. મીડિયા, સિવિલ સોસાયટીને સ્વતંત્રતા મળી છે. હું અહીં વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો છું અને તેના સવાલ પણ લઈ રહ્યો છું. સાચા અર્થમાં પ્રજાતંત્ર આ છે. તેથી આ કંપનીઓ અમને પ્રજાતંત્ર પર ભાષણ ન આપે. 


આ પણ વાંચોઃ Assam: બેથી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં, CM સરમાની મોટી જાહેરાત


કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, જ્યારે ભારતીય કંપનીઓ વેપાર કરવા અમેરિકા જાય છે તો શું તે અમેરિકી કાયદાને માનતી નથી? ભારત એક ડિજિટલ માર્કેટ છે અને તમે ત્યાં સારા પૈસા કમાઇ રહ્યાં છો. તેનાથી કોઈ સમસ્યા નથી. પ્રધાનમંત્રીની આલોચના કરો, મારી આલોચના કરો, સવાલ પૂછો પરંતુ આખરે તમે ભારતના કાયદાને કેમ સ્વીકારશો નહીં? જો તમે ભારતમાં બિઝનેસ કરવા ઈચ્છો છો તો ભારતીય બંધારણ અને કાયદાને માનવો જ પડશે. 


પ્રસાદે કહ્યુ કે, નવા આઈટી નિયમ આ મંચોનો ઉપયોગ કરનારને તેની ફરિયાદોના સમાધાન માટે એક તંત્ર ઉપલબ્ધ કરાવે છે. તેમણે કહ્યું કે, આ કાયદાઓનો હેતુ સોશિયલ મીડિયા કંપનીઓ પરની સામગ્રીનું નિયમન અને ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વિટરને પોસ્ટ્સ હટાવવાની કામગીરી ઝડપી બનાવવા અને સંદેશાના ઉત્પત્તિ કરનારાઓની વિગતો શેર કરવા કાનૂની વિનંતીઓ માટે વધુ જવાબદાર બનાવવાનો છે.


આ પણ વાંચોઃ jammu and kashmir મુદ્દે હલચલ તેજ, ફારૂક, મેહબૂબા અને આઝાદ સહિત 14 નેતાઓને મળ્યું આમંત્રણ  


રવિશંકર પ્રસાદે કહ્યું કે, "નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં સ્થિત ફરિયાદ નિવારણ અધિકારી, પાલન અધિકારી અને નોડલ અધિકારીને તૈનાત કરવાના રહેશે જેથી કરોડો સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ તેમની ફરિયાદોના નિવારણ માટે એક મંચ મેળવી શકે." તેમણે કહ્યું કે આ હેતુ માટે દેશમાં સ્થિત ત્રણ અધિકારીઓની નિમણૂકની માંગ કરીને કોઈ તેમની પાસેથી "દુનિયા" માંગી રહ્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube